જુઓ: ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસતા ચેકડેમો ઓવરફ્લો થયા - rain in Umarpada - RAIN IN UMARPADA
🎬 Watch Now: Feature Video
Published : Aug 11, 2024, 9:08 PM IST
સુરત: જિલ્લામાં થોડા દિવસ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. માંડવી, માંગરોળ, ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં છુંટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉમરપાડા તાલુકાના વરસાદી ઝાપટાં વરસતા મહુવન નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે ફરી એકવાર સુરત જિલ્લામાં સારો વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકામાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જેને લઇને ફરી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ઉમરપાડા અને કેવડી ગામ વચ્ચે પસાર થતી મહુવન નદીમાં નવા નીર આવતા નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. જેને લઇને ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે.ઉમરપાડા તાલુકામાં મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર હોય છે. ત્યારે વરસી રહેલ વરસાદી ઝાપટા ખેડૂતોના પાક માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.