અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પ બનવાના શરૂ, ગણેશ ચતુર્થીથી અમુક કેમ્પ થયા શરૂ - Camp for people going to Ambaji - CAMP FOR PEOPLE GOING TO AMBAJI
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 3:25 PM IST
મહેસાણા: ભાદરવી પૂનમના મેળામાં અંબામાતાના દર્શને જવા માઈભક્તો દર્શન કરવા જાય છે. ત્યારે અંબાજી માર્ગ પર પદયાત્રીઓ માટે ઢગલાબંધ કેમ્પ લાગતા હોય છે. ત્યારે આ વર્ષે હું ગણેશ ચતુર્થીથી જ અમુક કેમ શરૂ થઈ ગયા છે. તો કેટલાક પદયાત્રીઓ વહેલા અંબાજી તરફ ચાલતા નીકળી પડ્યા છે. 'બોલ મારી અંબે જય જય અંબે' નાદ સાથે અંબાજી તરફ જવા માટે પદયાત્રીઓ પ્રયાણ કરી ચૂક્યા છે. ત્યારે પદયાત્રીઓની તકલીફ ન પડે તે માટે અંબાજી તરફના માર્ગો પર ઢગલાબંધ કેમ્પો પણ બનવાના શરૂ થઈ ગયા છે. તેમાંથી કેટલાક કેમ્પ તો ગણેશ ચતુર્થીથી જ શરૂ પણ થઈ ગયા છે. મહેસાણાથી વિસનગર અને ખેરાલુ થઈ સતલાસણાથી અંબાજી તરફના માર્ગો પર ઢગલાબંધ કેમ્પો બન્યા છે. જેઓ પદયાત્રીઓની સેવા માટે આતુર છે. ત્યારે અમુક કેમ્પમાં ચા-નાસ્તા મેડિકલ અને આરામ માટે વહેલા શરૂ થઈ ગયા હતા. દરમિયાન કેટલાક પદયાત્રીઓ અત્યારથી જ અંબાજી તરફ નીકળી પડેલા જોવા મળ્યા હતા.