Bhavnagar News : ભાવનગરમાં સત્તા ભલે ન મળી પણ સીપીએમના નેતા અરુણ મહેતાનો દબદબો રહ્યો, આજનું રાજકારણ જાણો - સીપીએમના નેતા અરુણ મહેતા

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 6:17 PM IST

ભાવનગર :  ભાવનગર શહેરના CPM પક્ષના નેતા અરુણભાઈ મહેતા ગુજરાત કક્ષાએ પ્રતિનિધિત્વ કરે છે. એક સમયે તેઓ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસની લડાઈ વચ્ચે મેયર પદે બેસવામાં સફળ રહ્યા હતા. આજે પણ અરુણભાઈ મહેતાનો હાંકલો પડતા 500 લોકો ભેગા થઈ જાય છે. 35 વર્ષના રાજકારણમાં જો તેઓ કદ વધારી નથી શક્યા તો પોતાનો દબદબો ઘટતો બચાવી પણ શક્યા છે. ચાલો મળીયે અરુણભાઈ મહેતાને. સમગ્ર દેશમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ સર્જાય ચૂક્યો છે. ભાજપ પણ એનડીએ સાથે રહીને લડવાના મૂડમાં છે. કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સ સાથે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી છે. પરંતુ વાત અહીંયા ભાવનગર લોકસભા બેઠકની કરવાની છે. ભાવનગરમાં જોઈએ તો છેલ્લા 35 થી 40 વર્ષથી કોંગ્રેસ શાસનમાં રહ્યું અને ભાજપ પણ શાસનમાં આવ્યું, આમ છતાં સામ્યવાદી પક્ષના નેતા અરૂણભાઇ મહેતાનો દબદબો આજે પણ તેટલો જ જોવા મળી રહ્યો છે. 2024 ના સર્જાયેલા સમીકરણોને લઈને ETV BHARAT એ ખાસ અરુણભાઈ મહેતા સાથે તેમના રાજકારણ અને હાલના રાજકારણને પગલે ચર્ચા કરીને તેમના મત વિશે માહિતી મેળવી હતી. ચાલો જાણીએ શું કરે છે અરૂણભાઇ મહેતા.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.