બનાસકાંઠા લેન્ડ રેકોર્ડ શાખાના કર્મચારીઓએ પેન ડાઉન સ્ટ્રાઈક કરી - Pen down strike of employees - PEN DOWN STRIKE OF EMPLOYEES
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 8:49 PM IST
બનાસકાંઠા: લેન્ડ રેકોર્ડ શાખાના કર્મચારીઓ પેનડાઉન સ્ટ્રાઈક પર ઉતરી ગયા છે. અગાઉ પણ અનેક વખત રજૂઆતો કર્યા બાદ કોઈ જ પરિણામ ન મળતા કર્મચારીઓએ સરકાર સામે લડત માંડી છે. બનાસકાંઠા લેન્ડ રેકોર્ડ શાખાના કર્મચારીઓ દ્વારા અગાઉ અમદાવાદ ખાતે રજૂઆત કરાયા બાદ 21 દિવસનો સમય આપ્યો હતો અને 21 દિવસના સમય સુધી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો પેનડાઉન સ્ટ્રાઈકની ચીમકી ઉચ્ચારી હતી. જોકે 21 દિવસનો સમય વીતવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે કોઈ જ નિરાકરણ ન લાવતા તેઓ 31 જુલાઈ સુધી વર્ગ ૩ના તમામ કર્મચારીઓ પેન ડાઉન સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે. સરકાર અને કર્મચારીઓની લડત વચ્ચે અરજદારો અટવાયા છે. જોકે આગામી દિવસોમાં માંગો નહીં સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.