બીલીમોરામાં ખુલ્લા નાળામાં બાળકી ખાબકી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ - Belimora girl fell into drain - BELIMORA GIRL FELL INTO DRAIN
🎬 Watch Now: Feature Video
Published : Jun 29, 2024, 5:36 PM IST
નવસારી : ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર વરસાદના કારણે નદી-નાાળામાં પાણી ભરાયા છે. બીલીમોરા વિસ્તારના વખારીયા રોડ પર આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી સાહિન શેખ નામની છ વર્ષની બાળકી પોતાના વિસ્તારમાં રમવા માટે ગઈ હતી. પરંતુ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મૂકાઈ તેને શોધવા માટે નીકળ્યો હતો. આ વિસ્તારના CCTV ચેક કરવામાં આવતા બાળકી પોતાના ઘર નજીક ખુલ્લી ગટરમાં ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. પાણીમાં પડ્યા બાદ બાળકી પાણીમાં ગરક થતી સ્પષ્ટ જોવા મળતા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક બીલીમોરા નગરપાલિકાને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. પાંચથી છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. પૂર્વ વિપક્ષે નેતાના જણાવ્યા મુજબ સવારના સમયે ફરીથી બાળકrની શોધખોળ હાથ ધરાશે. પહેલા જ વરસાદે ખુલ્લી ગટર બાળકી પડવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે.