રાજકોટના ઉપલેટામાં SDRF ટીમ દ્વારા 10 જેટલા લોકોનું રેસ્ક્યું કરાયું - Rescue of 10 persons by SDRF team - RESCUE OF 10 PERSONS BY SDRF TEAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 8:46 PM IST
રાજકોટ: ઉપલેટા તાલુકાના લાઠ ગામે વધારે વરસાદ પડી જવાને લીધે આખુ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. જેને પગલે લાઠ ગામે આવેલ એક વાડીમાં 8 મજૂરો અને 2 બાળકો ફસાઇ ગયા હતા જેથી SDRFની ટીમ દ્વારા 10 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. અત્યારે ઉપલેટા અને ધોરાજી પંથકમાં વધારે વરસાદ પડવાને કારણે આવી પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. જેમાં લાઠ ગામે અગાઉ કોઝવે તૂટી જતા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. હવે પાછી આવી જ પરિસ્થિતિ પાછી બની છે. વાડીમાંથી 10 લોકોને રેસ્ક્યું કરતી વખતે ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર, પાટણવાવ પોલીસના કર્મચારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદના લીધે લાઠ ગામના લોકોનો આવન જાવન કરવાનો રસ્તો પણ બંધ થઇ ગયો છે.