અમુલ દૂધના ભાવમાં વધારો...જામનગરવાસીઓએ આપી પ્રતિક્રિયા - Amul Milk Price Hike - AMUL MILK PRICE HIKE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 5:33 PM IST

જામનગરઃ  દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને તેના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે. પરંતુ આ પહેલા પ્રજા પર મોંઘવારીનો બેવડો માર ઝીંકાયો છે. મતદાન  બાદ જ્યાં ટોલ પર મોંઘવારી નો બોમ્બ ફૂટ્યો છે ત્યાં હવે દૂધ ખરીદવું પણ મોંઘુ થઈ ગયું છે. સામાન્ય લોકો પર મોંઘવારીનો આ બેવડો હુમલો છે કારણ કે, અમૂલ દૂધ ના ભાવમાં વધારા બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. મધર ડેરીએ સોમવારે દૂધની સુધારેલી કિંમતની યાદી બહાર પાડી છે. તાજેતરની યાદી મુજબ, હવે લોકોએ મધર ડેરીના બલ્ક વેન્ડેડ દૂધ માટે રૂ. 52ને બદલે રૂ. 54, ટોન્ડ દૂધ રૂ. 54ને બદલે રૂ. 56, ગાયનું દૂધ રૂ. 56ને બદલે રૂ. 58, ફુલ ક્રીમ દૂધ રૂ. 66ના બદલે 68 રૂપિયા, ભેંસના દૂધ માટે 70 રૂપિયાના બદલે 72 રૂપિયા પ્રતિ લીટર અને ડબલ ટોન્ડ દૂધ માટે 48 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડશે. દૂધના વેપારીઓનું કહેવું છે કે દૂધના ભાવ વધવાનું કારણ તેની ઊંચી કિંમત છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. ગાયો અને ભેંસોએ દૂધ આપવાનું બંધ અથવા ઓછું કર્યુ છે. આ કારણોસર કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સોમવારથી દૂધના ભાવ માં પ્રતિ લિટર આશરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. યુનિયને જણાવ્યું હતું કે, આ ભાવ વધારો કામકાજની કુલ કિંમત અને દૂધના ઉત્પાદનમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ભાવમાં લગભગ 6-8 ટકાનો વધારો કર્યો છે. અગાઉ 2 જૂનથી દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ ગોલ્ડની કિંમત રૂ.64/લિટરથી વધીને રૂ. 66/લિટર, અમૂલ ટી સ્પેશિયલ રૂ. 62/લિટરથી વધીને રૂ. 64/લિટર કરવામાં આવી છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.