આખરે ટેનામેન્ટના તમામ ઘરો સિલ કરાયા, જાણો કેમ લોકોને આવ્યો ઘર છોડવાનો વારો ? - apartment houses sealed - APARTMENT HOUSES SEALED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 7:08 AM IST

સુરત: પાલિકા દ્વારા માન દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા ટેનામેન્ટનું આયુષ્ય પૂર્ણ થતા છેલ્લા છ વર્ષથી પાલિકા દ્વારા તેના રી-ડેવલપમેન્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક કારણોસર બિલ્ડરો તેમા રસ બતાવી રહ્યા નથી, તેથી રી-ડેવલપમેન્ટનું કામ અટકી પડ્યું છે. જ્યારે બીજી બાજુ બિલ્ડિંગની હાલત ખુબ જર્જરિત થઇ જતા પાલિકા દ્વારા અવાર-નવાર અહીંના લોકોને ટેનામેન્ટ ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવી રહી હતી. હાલ ટેનામેન્ટની હાલત ખુબ બિસ્માર હોવાથી પાલિકા દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી અહીંના લોકોને ઘર ખાલી કરવા માટે અંતિમ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. જેના પગલે એક અઠવાડિયા પહેલાં જ પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. તેમ છતાંઈ કેટલાંક લોકોએ ઘર ખાલી કર્યા ન હતા. પાલિકા દ્વારા તેઓને વધુ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જેની મુદ્દ પૂર્ણ થતા શુક્રવારે પાલિકાનો સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયો હતો અને સીલ મારવાની કામગીરી શરુ કરી હતી. ૯૯૨ ફ્લેટ હોલ્ડર પૈકી ૧૫૨ ફ્લેટ, હોલ્ડર બે દિવસ પહેલાજ ઘર ખાલી કરી ગયા હતા જ્યારે બાકીના ૭૬૮ ફ્લેટને સીલ મારવામા આવ્યા હતા. જે પૈકી પણ કેટલાક ખાલી કરવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી માન દરવાજા ટેનામેન્ટ સીલીંગનું કામ વિવાદમાં રહેતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સાથે રાખવામાં આવ્યા હતા. જેમાં ૪ પીઆઈ, ૧૪ પીએસઆઈ, ૨૫૮ મહિલા અને પુરુષ કોન્સ્ટેબલ, ૪ પ્રિજનર વાહન, ૦૩ વજ્ર વાહનનો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.