શસ્ત્ર, શાસ્ત્ર અને શૌર્યના પ્રણેતા ભગવાન પરશુરામની જયંતિ નિમિતે ભુજમાં શોભાયાત્રા નીકળી - Akshaytrutiya 2024 - AKSHAYTRUTIYA 2024
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 9:34 PM IST
કચ્છઃ શસ્ત્ર, શાસ્ત્ર અને શૌર્યના પ્રણેતા ભગવાન પરશુરામની જયંતિ નિમિતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા ભુજના જાહેર માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં જનોઈ ધારી બ્રાહ્મણો મૂળભૂત પરિધાનમાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા પરશુરામ રથયાત્રા નીકળી હતી. ભગવાન પરશુરામના પૂજન બાદ શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ 19 જેટલા વેશભૂષા અને પ્રતિકૃતિના સ્લોટ રાખવામાં આવ્યા હતા અને સાથે શણગારેલો રથ પણ હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો જોડાયા હતા. આ અગાઉ સવારે આરટીઓ વિસ્તારમાં આવેલ પરશુરામ મંદિર ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના પરશુરામ ચોકથી ટિન સિટી ગ્રાઉન્ડ સુધી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ અનિક જોષીએ જણાવ્યું હતું કે, આ શોભાયાત્રામાં 10000 જેટલા બ્રાહ્મણો જોડાયા હતા અને ભુજના જાહેર માર્ગો પર સનાતન અને ભગવા રંગનો પરચમ લહેરાયો હતો. સમાજના યુવા અગ્રણી રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સમાજના અધ્યક્ષ અને સમાજના અગ્રણી દ્વારા સમાજના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો માટે રાહત દરે એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં અને બ્રહ્મ સમાજ યુવા પાંખ સમગ્ર દિવસના આયોજનમાં બ્રહ્મ સમાજની 17 ઘટકના બ્રાહ્મણો જોડાયા હતા. આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના યુવાનો તલવાર અને ફરસી સાથે જોડાયા હતા અને ભુજના જાહેર માર્ગો પર જય જય પરશુરામ અને જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા.