7મી જુલાઈના રોજ નીકળનારી ભવ્ય રથયાત્રામાં દેશભરમાંથી 2000થી વધુ સાધુ સંતો જોડાશે - jagannath rathyatra - JAGANNATH RATHYATRA
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 5:13 PM IST
અમદાવાદ: શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, એતિહાસિક દિવ્ય 147મી રથયાત્રા 7 જુલાઇના રોજ રવિવારે નીકળશે. શહેરના પોલીસ કમિશ્નરે ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર ફરશે. જેના અગ્ર ભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ભારતીય ,સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેંડ બાજા વાળા રહેશે. સાધુ સંતો, ભક્તો, સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વાર, અયોઘ્યા,નાશિક, ઉજ્જેન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી ભાગ લેવા આવે છે. રથયાત્રાના પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવા કરવામાં આવશે.