અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શેર બજારનાં નામે છેતરપિંડી કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો - ahmedabad crime - AHMEDABAD CRIME

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 7:49 PM IST

અમદાવાદ: સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

ફેક કંપની બનાવી લોકોને છેતર્યા: 14 મે 2023ના રોજ અમદાવાદ શહેરમાં રહેતા ફરીયાદીએ ગુનો દાખલ કરાવેલ જેમા અજાણ્યા ઇસમોએ ફેબ્રુઆરી-2024થી આજ દિન સુધી ગુનાહીત કાવતરુ રચીને STOCK VANGUARD નામની કંપનીના સંચાલક કરણવીર ધિલોનના નામે તેમજ સુનીલ સિંઘાનીયાના નામે જુદા જુદા મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ દ્વારા મેસેજ ઉપર ફરીયાદીનો સંપર્ક કરી તેમને જુદા જુદા શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કરાવી આપશે તેવી હકીકત જણાવી હતી. 

ફરિયાદી પાસેથી જુદી જુદી ટેક્સની રકમ માંગી: રોકાણ તેમના દ્વારા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનુ ખરીદ વેચાણ કરાવી અને આ શેર ખરીદ વેચાણ કરવાની પ્રવુતી કરવાના નામે ફરીયાદીનો વિશ્વાસ કેળવી કુલ 1 કરોડ 97 લાખ 40 હજાર રૂપિયા જેટલી માતબર રકમ ભરાવરાવી બાદમાં આ પૈસા ઉપરોકત વેબસાઇટના બેલેંસમાં બતાવી તેના મારફતે ફરીયાદીને વેબસાઇટમાં શેરનુ ખરીદ વેચાણ કરાવી તેના થક્કી ફરીયાદી રૂપિયા 5 કરોડ કમાયા હતા. તેવી ખોટી હકીકત દર્શાવી બાદમાં ફરીયાદી આ પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત નહી આપી. ફરીયાદી પાસેથી જુદી જુદી ટેકસની રકમ માંગી ફરીયાદીએ મુળ ભરેલ 1 કરોડ 97 લાખ 40 હજાર તેમને પરત નહી આપી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આપી હતી.

આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી: ફરીયાદ દાખલ થયા બાદ આરોપી બાબતે ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરાવી આ ગુનો કરનાર આરોપીઓએ ફરીયાદીને વોડાફોન આઇડીયા કંપનીના આવેલ આઇ.પીઓ માં 11 રૂપિયાનો શેર 6 રૂપિયામાં આપશે તેવી હકીકત જણાવેલ રૂપિયા 1,06,25,000 જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકો અને આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઇઝ ગેંગના સભ્ય ફેનિલકુમાર વિનુભાઇ ગોધાણીને પકડી કાયદેસર કાર્યવાહી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી. જે આ ગુનામાં બેંક ખાતા બાબતે ટેકનીકલ માહિતી મંગાવી તપાસ કરતા આ બેંક ખાતુ મલેશિયા તેમજ અન્ય જગ્યાએથી ઓપરેટ થતુ હોવાનુ જાણવા મળ્યુ હતું.

  1. "લોકમિલાપ" : નવા રૂપરંગમાં ખુલશે ઝવેરચંદ મેઘાણીની રચનાઓનો અમૂલ્ય ભંડાર - Bhavnagar Lokmilap
  2. જૂના સોમનાથ મંદિરના નિમાત્રી ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરની આજે છે જન્મજયંતી - Maharani Ahalyabai Holkar

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.