35 વિદ્યાર્થીઓનું ભાવિ સુરક્ષિત બન્યું, નકલી શાળાના વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ - Rajkot fake school - RAJKOT FAKE SCHOOL
🎬 Watch Now: Feature Video


Published : Jul 10, 2024, 3:12 PM IST
રાજકોટ : પીપળીયામાં બોગસ ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલ ઝડપાઈ હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મામલે કાર્યવાહી કરી શાળાને સીલ માર્યું હતું. જે બાદ આ શાળાના વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ કરાવી પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં 24 બાળકોને પ્રાથમિક શાળામાં તથા 11 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે માધ્યમિક વિભાગના ચાર બાળકોના ડેટા જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી બોગસ શાળા ચલાવતા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ હવે એક-બે દિવસમાં FIR કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે. અહીં અન્ય વાત એ સામે આવી રહી છે કે, આ શાળા સાથે રાજકોટ શહેરની 8 ખાનગી શાળાઓનું કનેક્શન ખુલ્યું છે, તેની પણ તપાસ ચાલુ છે.