thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 12:32 PM IST

ETV Bharat / Videos

લહેરા દો...મૂળ સુરતી અને પોર્ટુગલમાં રહેતા આદિત્ય જાદવે 10,000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો - indian flag hoisted high

સુરત: પોર્ટુગલમાં રહેતાં 21 વર્ષીય ભારતીય યુવકે 10,000 ફૂટથી સ્કાય ડાઈવિંગ દ્વારા ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. મૂળ સુરતના અને હાલમાં પોર્ટુગલમાં રહેતાં આદિત્ય જાદવે કહ્યું કે, ભારત દેશના સમ્માનમાં અહીં ત્રિરંગો લહેરાવવો એ મારા માટે ગર્વની વાત છે. આ અંગે આદિત્ય જાદવ જણાવે છે કે, "પોર્ટુગલ મારી કર્મભૂમિ છે અને પોતાના ભારત દેશના સમ્માનમાં અહીં ત્રિરંગો લહેરાવવો એ મારા માટે ગર્વની વાત છે. 10000 ફૂટ ઊંચાઈએથી ત્રિરંગો લહેરાવવા માટે ઘણી યોજનાઓ, ડેટ અને સ્કાય ડાઇવિંગ માટેની ટીમ અંગે પણ પ્લાનિંગ કરવું પડ્યું. પોર્ટુગલની લોકલ ઓથોરિટીઝ અને સ્કાય ડાઇવિંગ સેન્ટર્સની મને ઘણી મદદ મળી કે જેથી દરેક લીગલ અને સેફટી રિક્વાયરમેન્ટ્સ મળી રહી. જે ક્ષણે હું વિમાનમાંથી બહાર આવ્યો ત્યારે મને અલગ જ અનુભવ થયો. આ એક રોમાંચક અને અવાસ્તવિક અનુભવ હતો."

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.