સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVP વિરોધ પ્રદર્શન, કાર્યકરોએ પૂતળું સળગાવી વહીવટી કાર્ય બંધ કરાવ્યું - Rajkot ABVP Protest - RAJKOT ABVP PROTEST

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 5:21 PM IST

રાજકોટ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ દાખવ્યો છે. GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે ABVP કાર્યકરો કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ABVPના કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Admission Service નો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે. જેથી લાખો વિદ્યાર્થીઓ પોર્ટલ મારફત પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ABVPના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં તાળાબંધી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત પૂતળું સળગાવી બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ABVPના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.