ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગના નામે 27 કરોડના ચીટીંગ મામલે ગેંગ ઝડપાઈ - dabba trading caught in Gujarat - DABBA TRADING CAUGHT IN GUJARAT
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 3:14 PM IST
ગાંધીનગરઃ ગુજરાતના સૌથી મોટા સટ્ટા અને ડબ્બા ટ્રડીંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. એટલે કે ગાંધીનગર અને મહેસાણા સહિતના જિલ્લા તેમ ગુજરાતભરના રોકાણકારને આકર્ષી અને શેરબજારમાં નાણાં રોકાણ કરવાનું છેતરપીંડી આચરનાર ગેંગ પોલીસે ઝડપથી છે. જેમાં આરોપીઓ દ્વારા મોટા પાયે રકમ પચાવી કરોડો રૂપિયાની છેતરપિંડી અનેક રોકાણકારો સાથે થઈ હોવાની સંગઠિત ગેંગને ગાંધીનગર અને મહેસાણા રેન્જ પોલીસે પકડી પાડી છે. શેરબજાર માટે ગેરકાયદે કહેવાતા ડબ્બા ટ્રેડિંગ કરનારા 29 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સંગઠિત થઈ અંદાજે 27 કરોડની છેતરપિંડી ગુજરાત અને ગુજરાત બહાર અને રાજ્યમાં કરી હોવાનું સામે આવ્યું છે. ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલી ઘરપકડ બાદ ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે સમગ્ર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરતાં જણાવ્યું કે, આરોપીઓ પાસેથી વિવિધ બેંકમાં 42 ખાતા હોવાની માહિતી મળી છે. આરોપી પાસેથી 17 મોબાઇલ, 2 લેપટોપ, 32 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત બાઇક અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એટલે કે અનેક રોકાણકારો પાસેથી લાખોની રકમની છેતરપિંડીની વિગત બહાર આવી છે. આ સમગ્ર ડબ્બા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. પૂછપરછ પૂર્ણ થયે નામ પણ જાહેર કરીશું. અગાઉ પણ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. આરોપીઓએ ઓનલાઇન વ્યવહાર કાર્યની 37 ફરિયાદ રેન્જ પોલીસને મળી છે.તપાસમાં હજી ગુજરાત અને ગુજરાત બહારની અનેક વિગત સામે આવી શકે છે. હાલ તો પોલીસ દ્વારા ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા 29 લોકોની ધરપકડ કરી છે.