જામનગરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત - building collapsed in jamnagar
🎬 Watch Now: Feature Video
Published : Aug 5, 2024, 10:25 AM IST
જામનગર: જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરની સાધના કોલોનીમાં મોડી રાત્રે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિએ દમ તોડ્યો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફ્લેટ ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિ દબાયા હતા જેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. ખંભાળિયા શહેરમાં મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ પર એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ એક સપ્તાહ પહેલા ધરાશાયી થઈ જતા એક પરિવારના 7 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 7 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા.