રાજકોટના સરપદળ ગામમાં 50 વર્ષ જૂનો પુલ તૂટ્યો, ચોમાસાની શરૂઆત સાથે જ સમસ્યા શરુ - Rajkot bridge collapse - RAJKOT BRIDGE COLLAPSE
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 3:41 PM IST
રાજકોટ : રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદની સાથે જ દર વર્ષની જેમ વિવિધ સમસ્યા પણ શરુ થઈ ગઈ છે. આ વચ્ચે રાજકોટના પડધરીમાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. પડધરીના સરપદળ ગામનો પુલ તૂટી પડ્યો છે. સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે 50 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો અને પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. નોંધનીય છે કે, આ પુલ અલગ અલગ 8 થી 10 જેટલા ગામને જોડે છે. જોકે બાજુમાં નવો પુલ હોવાથી ગામ લોકોએ આ પુલને વરસાદ પહેલાં બંધ કર્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ને કોઈ અસર થઈ નથી. જિલ્લામાં પંચાયતની અંડરમાં આવતો હોવાથી આ પુલને પાડવામાં ન હતો આવ્યો. સ્થાનિક લોકોની માંગ છે કે, સરકાર નવા પુલનું નિર્માણ કર્યા બાદ જુના પુલ ડીમોલેશન કરે તે જરૂરી.