કડાણા ડેમમાં 35 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી 380 ફૂટ નોંધાઈ - Water income in Kadana Dam - WATER INCOME IN KADANA DAM
🎬 Watch Now: Feature Video


Published : Jul 30, 2024, 3:45 PM IST
મહીસાગર: કડાણા ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમમાં પાણીની આવક 35000 ક્યુસેક થતાં સપાટીમાં દર 1 કલાકે 2 ઈંચ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે રાત્રે વરસાદના શરુ થતા ડેમમાં નવા નીર આવ્યા હતા. છેલ્લાં 16 કલાકમાં સપાટી 380 ફૂટ સુધી પહોંચી હતી. ઉપરવાસની આવકથી ડેમમાં દર કલાકે 2 ઇંચનો વધારો કડાણામાં 35 હજાર ક્યુસેક આવક થતાં ડેમની સપાટી 380 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં સતત વરસાદનાં પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેમમાં 21 હજાર કયુસેક પાણીની આવક સાથે ડેમમાં દર કલાકે 2 ઇંચનો વધારો જોવાં મળી રહ્યો છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. તો આસપાસના ગામોના રહીશો ને એલર્ટ રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે.