ત્રણ સંતાનના પિતા પર લાગ્યો પ્રેમ સંબધમાં સગીરાનું અપહરણ કર્યાનો આરોપ, પોલીસે કરી બિહારથી ધરપકડ - kidnapped a minor Girl - KIDNAPPED A MINOR GIRL
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 7:42 PM IST
સુરત: સુરતના ગોપીપુરા કાજીના મેદાનમાં રહેતી એક સગીરાનું ત્રણ બાળકોના પિતાએ અપહરણ કરી બિહારના દરભંગા જિલ્લામાં નાસી છૂટ્યો હતો, સુરતના ગોપીપુરામાં પ્લમ્બરિંગનું કામ કરતા મહમદ જુનેદ મોહમ્મદ મુસ્લિમ શેખ નામના 28 વર્ષના આરોપીએ 17 વર્ષની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેનું અપહરણ કર્યું હતું અને તેને પોતાના વતનમાં લઈ ગયો હતો. પોલીસ તપાસમાં ચોંકવનારી વિગતો સામે આવી હતી કે, આરોપી મૂળ બિહારના દરભંગા જિલ્લાના ઘનશ્યામપુરનો રહેવાસી છે અને ત્રણ બાળકોનો પિતા છે. અને તેની પત્ની અને બાળકો બિહારના દરભંગા જિલ્લાના ઘનશ્યામપુરમાં જ રહે છે. અઠવા પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાંથી આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતાં.આરોપીની પોકસો સહિત વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.