Lok Sabha 2024: મહેસાણા જિલ્લામાં 1760738 મતદારો ચૂંટણીમાં કરશે, 45720 નવા મતદારો પ્રથમવાર મતદાન કરશે - મહેસાણા જિલ્લામાં 1760738 મતદારો
🎬 Watch Now: Feature Video
Published : Mar 17, 2024, 12:45 PM IST
મહેસાણા: જિલ્લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટલી લક્ષી માહિતી અપાઈ હતી. લોકસભા ચુંટણીમાં મહેસાણા જિલ્લાના 1760738 મતદારો ચુંટણીમાં જિલ્લાના કુલ 1802 મતદાન મથકો પર મતદાન કરશે. જેમાં જિલ્લામાં 18 થી 19 વર્ષના 45720 નવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. રાજયમાં સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લાના દરેક મતદાન મથક પર વ્હીલ ચેર ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. જેથી કોઈ દર્દીઓ કે અશક્ત કે પછી વૃદ્ધને મતદાન માટે તકલીફ ના પડે. ચૂંટણી જાહેર થતાં જ જિલ્લામાં ફ્લાઈંગ સ્કોડની ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે. મતદારોના પ્રશ્નોના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 1950 અને 18002330585 જાહેર કરાયો છે. જેના પર મતદારો પોતાને મુંઝવતા કોઈ પણ પ્રશ્ન નો ઉકેલ મેળવી શકશે. ઉપરાંત cVIGIL App દ્વારા કોઈ કોઈપણ નાગરિક ફોટો પાડીને ફરિયાદ પણ કરી શકશે.
મહેસાણાની વિધાનસભાની 7 બેઠક પર બેઠક દીઠ 7 સખી મતદાન મથકો મળી 49 સખી મતદાન મથકો પર મહિલાઓ સંચાલન કરશે. તો બહુચરાજીમાં એક યંગ મતદાન મથક પર યંગ જનરેશન સંચાલન કરશે. વિધાનસભા બેઠક દીઠ કુલ 7 જેટલા દિવ્યાંગ મતદાન મથકો પણ તૈયાર કરાશે. ચુંટણી દરમ્યાન વહીવટી તંત્રનો 8000 કર્મીઓનો સ્ટાફ ખડે પગે રહેશે. મહેસાણા જિલ્લામાં 57 જેટલા થર્ડ જેન્ડર મતદારો પણ મતદાન કરશે. જેમના માટે જરૂર પડે લેવા મૂકવાની વાહન વ્યવસ્થા પણ કરાશે.