હૈદરાબાદ: 8 એપ્રિલ 2024ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ અવકાશી ઘટના ઉત્તર અમેરિકામાં થશે જ્યાં સૂર્ય સંપૂર્ણપણે ચંદ્રથી ઢંકાઈ જશે. જેમ જેમ ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પસાર થશે તેમ તેમ દેશના કેટલાક ભાગોમાં મધ્યાહન સમયે અંધકાર પથરાશે.
સંપૂર્ણ સૂર્યગ્રહણઃ અવકાશી ઘટના સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે. સૂર્યને સંપૂર્ણપણે અવરોધે છે. ચંદ્રનો પડછાયો સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકે છે તેવા સ્થાનો પરથી ગ્રહણને જોનારા લોકો સંપૂર્ણ સૂર્યગ્રહણનો અનુભવ કરશે. આકાશમાં સવાર અને સાંજ થઈ હોય તેવું અંધારુ મધ્યાહને થઈ જશે. સંપૂર્ણ સૂર્ય ગ્રહણમાં ચંદ્ર જે માર્ગે પસાર થાય તેને સંપૂર્ણતાનો માર્ગ કહેવાય છે.
12 કલાકનું સંપૂર્ણ સૂર્યગ્રહણઃ આ એક દુર્લભ ખગોળીય ઘટના છે. જે યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો, કેનેડા અને વિશ્વના અન્ય ભાગો સહિત ઉત્તર અમેરિકાના ઘણા વિસ્તારોમાં દેખાશે. આ સૂર્યગ્રહણ 8 એપ્રિલે બપોરે 2:12 કલાકે શરૂ થશે અને 9 એપ્રિલના રોજ સવારે 2:22 કલાકે સમાપ્ત થશે. આમ સંપૂર્ણ સૂર્યગ્રહણ લગભગ 12 કલાક સુધી ચાલશે. વિશ્વભરના આકાશ રસીયાઓ જેની પ્રતિક્ષા કરે છે તેવું આ સૂર્યગ્રહણ મેક્સિકોના પેસિફિક દરિયાકાંઠેથી શરૂ થશે, યુનાઈટેડ સ્ટેટ્સમાંથી પસાર થશે અને પૂર્વી કેનેડામાં પૂર્ણ થશે.
ભારતમાં પણ લાઈવ સ્ટ્રીમથી જોઈ શકાશેઃ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ પરંતુ ચિંતા કરશો નહીં. તમે ગ્રહણનું લાઈવસ્ટ્રીમ જોઈ શકાશે. સેલેસ્ટિયલ માર્વેલનું લાઈવ સ્ટ્રીમ નાસા દ્વારા આયોજિત કરવામાં આવશે અને તે 8 એપ્રિલના રોજ IST થી 10.30 PM IST થી 9 એપ્રિલના રોજ 1.30 AM સુધી લાઈવ થશે. લાઈવસ્ટ્રીમમાં ગ્રહણના ટેલિસ્કોપ દૃશ્યો પણ દર્શાવશે. નાસા આ લાઈવસ્ટ્રીમિંગ અંગે માહિતી પૂરી પાડી છે.