મુંબઈ: ભારતના ઔદ્યોગિક શહેર મુંબઈમાં શુક્રવારથી દિગ્ગજ ટેક કંપની Appleની iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. એપલ સ્ટોરની બહાર સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, એપલે આ મહિનાની શરૂઆતમાં એક મોટી ઈવેન્ટમાં AI ફીચર્સ સાથે iPhone 16 સીરીઝ લોન્ચ કરી હતી.
#WATCH | Maharashtra: A huge crowd gathered outside Apple store at Mumbai's BKC - India's first Apple store.
— ANI (@ANI) September 20, 2024
Apple's iPhone 16 series to go on sale in India from today. pic.twitter.com/RbmfFrR4pI
iPhone 16 સિરીઝ ખરીદવા માટે વહેલી સવારથી જ ખરીદદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જ્યારે iPhone 15 સિરીઝ લૉન્ચ થઈ ત્યારે લોકોમાં પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળ્યો હતો.
એપલ સ્ટોરની બહાર એક ગ્રાહક ઉજ્જવલે કહ્યું કે, હું છેલ્લા 21 કલાકથી કતારમાં ઉભો છું. હું ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ અહીં આવ્યો હતો. જ્યારે Apple સ્ટોર આજે સવારે 8 વાગ્યે ખુલશે, ત્યારે હું iPhone 16 સિરીઝ ખરીદનાર પ્રથમ વ્યક્તિ હોઈશ.
#WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; a large number of people throng the company's store in Mumbai's BKC pic.twitter.com/5s049OUNbt
— ANI (@ANI) September 20, 2024
તમને જણાવી દઈએ કે, Apple કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં કંપનીએ ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી બધું જ બદલ્યું છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ ઓછી કિંમતમાં iPhone 16 સિરીઝ લોન્ચ કરી છે.
#WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; a large number of people throng the company's store in Mumbai's BKC pic.twitter.com/Yvv9CGyXoA
— ANI (@ANI) September 20, 2024
#WATCH | Maharashtra | Long queues seen outside Apple store at Mumbai's BKC - India's first Apple store.
— ANI (@ANI) September 20, 2024
Apple's iPhone 16 series to go on sale in India from today. pic.twitter.com/DIYxyLVG6Z
જાણો શું છે કિંમત
મળતી માહિતી મુજબ, iPhone 16 સિરીઝ બજારમાં પાંચ કલરમાં લૉન્ચ કરવામાં આવી છે. iPhone 16 સિરીઝની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે અને iPhone 16 Plusની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો: