સુરત: સમગ્ર દેશમાં બળાત્કારની ઘટનાઓ સામે આવે છે જેમાં આરોપીઓ દ્વારા સગીરા કે છોકરીઓને ને લગ્નની લાલચ કે પછી બળજબરીપૂર્વક તેમની સાથે દુષ્કૃત્ય કરતા હોય છે. ત્યારે સુરતમાં બળાત્કારની ઘટના સામે આવી છે. વતન ગયેલાં માતા-પિતાની ગેરહાજરીમાં રાત્રે એકલી પડેલી 15 વર્ષીય સગીરાના ઘરમાં ચા પીવાના બહાને ઘૂસી આવેલાં યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ વાતે સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો.
ચા પીવાના બહાને યુવક ઘરમાં ઘૂસ્યો: સગીરા રાત્રે યુવક સાથે હોવાની જાણ પિતાને કરી દેવાની ધમકી આપી વહેલી સવારે 5 વાગ્યે ધસી આવેલાં યુવકે લાજ લેવાના ઇરાદે અડપલાં કરતાં પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડીંડોલી વિસ્તારમાં રહેતું દંપતિ વતન ગયું હતું. રાત્રે 10 વાગ્યાના અરસામાં પરિચીતનો ફોન આવ્યો હતો. તેમના મકાનમાં એકલી રહેલી 15 વર્ષીય પુત્રીને મળવા આવેલો એક યુવક 3 કલાકથી અંદર હોવાની જાણ કરી હતી. તે સાથે જ આ વાત સોસાયટીમાં જાહેર થઈ ગઈ હતી.
સગીરા પાસે બીજા યુવકે કરી અઘટીત માંગણી: લોકોના ટોળાંએ દરવાજો ખોલાવતાં અંદરથી નજીકની સોસાયટીમાં રહેતો એક યુવક નીકળ્યો હતો. સગીરા સાથે કશું અઘટિત થયાની શંકા બધાને ગઇ હતી. તે દરમ્યાન યુવક ઝડપથી જતો રહ્યો હતો. આ હોબાળાથી સોસાયટીમાં રહેતો એક અન્ય યુવક પણ માહિતગાર હતો. સવારના 5 વાગ્યે આ યુવકે દરવાજો ખટખટાવ્યો હતો. પોતે ચેક કરવા આવ્યાનું જણાવી ઘરમાં બળજબરીથી ઘૂસી આવ્યા બાદ ગતરાત્રે જે સુરેન્દ્ર સાથે કર્યું હતું. તેવું મારી સાથે કર તેમ કહી બિભત્સ માંગણી કરી હતી.
પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો: યુવક દ્વારા પોતાની વાત નહી માને તો ગતરાત્રે સુરેન્દ્ર સાથે જે કર્યું હતું તે પિતાને કહી દેવાની ધમકી આપીને સગીરાની છેડતી કરી હતી. જોકે આ સગીરાએ પ્રતિકાર કરતાં તે ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ગતરોજ સગીરાના માતા-પિતા વતનથી સુરત આવી પહોંચ્યા હતા અને સગીર પુત્રીને લઇ ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઈન્સ્પેક્ટર એચ.જે. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.