ETV Bharat / state

દમણ એરસ્ટેશન રન-વે પર યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું - DAMAN YOGA FESTIVAL 2024

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ સ્ટેશન દમણ ખાતે યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એરસ્ટેશન પર બનેલા 1035 મીટર લાંબા રન-વે પર યોજાયેલ આ કાર્યક્રમમાં દમણ, વાપી અને વલસાડના 4,500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં જેઓએ યોગની સાથે સાથે કોસ્ટ ગાર્ડના પ્લેન હેલિકોપ્ટરને નજીકથી નિહાળી તેને યાદગાર સંભારણા રૂપે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં., DAMAN YOGA FESTIVAL 2024

યોગોત્સવ 2024
યોગોત્સવ 2024 (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 8:01 PM IST

દમણ એરસ્ટેશન પર યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરાયું (ETV Bharat Gujarat)

દમણ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની પણ પસંદગી કરવામાં આવી છે. જે અનુસંધાને 16મી જૂન 2024ના દમણ એરસ્ટેશન પર યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે કોસ્ટ ગાર્ડ દમણના કમાન્ડન્ટ DIG સુદ્ધાંશું વાજપેયી એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં દમણ અને વાપીના અંદાજીત 4500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે દમણ એરસ્ટેશન ખાતે નવા બનેલા સેકેંડેરી રન વે પર યોગ કરી સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.

રન વે પર યોગ કરતા યુવાનો
રન વે પર યોગ કરતા યુવાનો (ETV Bharat Gujarat)

દમણ એરસ્ટેશન પર હાલમાં નવો રન વે બનાવવામાં આવ્યો છે. આ રન વે પર આગામી દિવસમાં રિજનલ કનેક્ટિવિટી સાથે શિડયુલ સિવિલ ફ્લાઇટ શરૂ થવાની છે. જેની શુભ શરૂઆત પહેલા યોગનો કાર્યક્રમ યોજી શુભ કાર્ય કરવામાં આવ્યું હતું. આ રન-વેની લંબાઈ 1035 મીટર છે.

રન વે પર યોગ કરતા વડીલો અને બાળકો
રન વે પર યોગ કરતા વડીલો અને બાળકો (ETV Bharat Gujarat)

યોગ માટે વહેલી સવારે 6 વાગ્યે દમણ અને વલસાડ જિલ્લાના યોગ શોખીનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, યોગ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ છે. દરેકે યોગ અને પ્રાણાયમ કરવા જોઈએ જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કોસ્ટ ગાર્ડ દ્વારા કરેલા આયોજનમાં રન વે પર આવીને યોગ કરવાની તક મળી છે. જે અમારી માટે યાદગાર સંભારણું બન્યું છે.

રન વે પર યોગ કરવા વડીલો સાથે આવેલા યુવાનો અને બાળકોએ પણ આ યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ યોગ કર્યા હતાં. જેઓએ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં રહીએ છીએ પરંતુ કોસ્ટ ગાર્ડના રન વે પર આવવાની તક મળી ન હતી. પરંતુ આજે યોગના કાર્યક્રમ સાથે આ તક મળી છે. એટલે યોગ કરવા સાથે અહીં કોસ્ટ ગાર્ડના પ્લેન અને હેલિકોપ્ટર નિહાળ્યા તેની સાથે સેલ્ફી લીધી છે. જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલના સ્ટેટસમાં મુકશે. આ તક પુરી પાડવા બદલ કોસ્ટ ગાર્ડ દમણનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારથી દમણ કોસ્ટગાર્ડ એરસ્ટેશન પર પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના યોગ અને ધ્યાન કાર્યક્રમમાં કેવલ્ય ધામ અને આર્ટ ઓફ લિવિંગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જેમાં યોગ બાદ આર્ટ ઓફ લિવિંગનો આનંદ ઉઠાવી મન પ્રફુલ્લિત કરતા નૃત્યની પણ મોજ લીધી હતી.

  1. ગાંધીનગર જિલ્લાના 1462 સ્થળે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 2.60 લાખ નાગરિકો સહભાગી થશે - International Yoga Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.