અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાણાંપંચની રચના થઈ નથી. ત્યારે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત નાણાપંચને નવા અધ્યક્ષ આપવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને વરિષ્ઠ નેતા યમલ વ્યાસને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે ગુજરાતના ચીફ સેક્રેટરી રાજકુમારે નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે.
કોણ છે યમલ વ્યાસ?
યમલ વ્યાસ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને વરિષ્ઠ નેતાની સાથે સાથે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ CA ફાઈનલ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા મેરિટ રેન્ક ધારક છે અને ઓડિટીંગ, કોર્પોરેટ ફાઈનાન્સ, ડેવલપમેન્ટ ફાઈનાન્સ, પર્સનલ ફાઈનાન્સ, કેપિટલ માર્કેટ અને કોર્પોરેટ કાયદાઓમાં 38 વર્ષથી વધુ પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ ધરાવે છે.
યમલ વ્યાસ ત્રીજા નાણાંપંચમાં પણ સભ્ય હતા
તેઓ 2011 થી 2015 સુધી ગુજરાત રાજ્ય ત્રીજા નાણાં પંચના પૂર્ણ સમયના સભ્ય હતા અને બે ટર્મ માટે ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલમાં સરકારી નોમિની હતા. તેઓ 10 વર્ષ સુધી ગુજરાતમાં B.Ed., M.Ed., B.P Ed., M P Ed કોલેજો માટેની ફી નિર્ધારણ સમિતિના સભ્ય પણ હતા અને ગુજરાત સરકારની મીડિયા પરની વિશેષ સમિતિના સભ્ય પણ હતા.
તેઓ વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકેલ છે
તેઓ છેલ્લા 7 વર્ષમાં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર નિયામક છે.
આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર પણ વિસ્તૃત લખાણ કરી ચૂક્યા છે
તેઓ સમગ્ર ભારતમાં સેમિનાર/વર્કશોપમાં નિયમિત વક્તા છે, મુખ્યત્વે રોકાણકાર શિક્ષણ અને મૂડી બજારો તેમજ મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ પર અને આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર પણ વિસ્તૃત રીતે લખ્યું છે.
આ પણ વાંચો:
અમરેલીના આ પશુપાલક છે 4 લાખની ગીર ગાય, મહિને કરે છે અધધ કમાણી
આપ કાર્યાલયના તાળા તૂટ્યા, સ્ટ્રેટેજી પ્લાનિંગના ડોક્યુમેન્ટ ચોરાયાની આશંકા