સાબરકાંઠા: આજે 'વિશ્વ યોગ દિવસ' છે. ત્યારે જમીન ઉપર યોગ કરીને ઉજવણી કરવાની સાથે હવે પાણીમાં પણ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે પાણીમાં યોગ કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડતી હોય છે હિંમતનગરના મહેન્દ્રસિંહ જેઓ વર્ષો થી પાણીમાં યોગ કરે છે તેમજ અન્ય લોકોને પણ પાણીમાં યોગ કરવાની પ્રેરણા આપે છે.
પાણીમાં યોગા કરીને ઉજવણી : 21મી જૂનને 'વિશ્વ યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ત્યારે હિંમતનગરના 63 વર્ષીય મહેન્દ્રસિંહ 'વિશ્વ યોગ દિવસ' નિમિત્તે પાણીમાં કરતા વિશિષ્ટ યોગના લીધે સમગ્ર વિસ્તારમાં પ્રચલિત છે તેમજ હાલમાં પણ કેટલાય બાળકોને પાણીમાં યોગ કરાવી વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે.
અનોખી રીતે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી: સાબરકાંઠાના હિંમતનગરના સ્ટેડિયમમાં આવેલ સ્વિમિંગ પૂલમાં 63 વર્ષીય મહેન્દ્રસિંહ છેલ્લા ઘણા વર્ષથી અનોખી રીતે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરે છે તેમના મતે યોગ એ ભારતની આગવી અનોખી શૈલી છે. તેમજ સમગ્ર વિશ્વ માટે મહત્વનો દિવસ છે. પરંતુ ભારત માટે વિશ્વ યોગ દિવસ એ ગૌરવપૂર્ણ બાબત છે. જમીન ઉપર કરાવતા યોગ થી માનવ શરીરની ચોક્કસતા નક્કી થઈ શકતી નથી પરંતુ પાણીમાં યોગ કરવાના પગલે દરેક વ્યક્તિને યોગનો અભ્યાસ તેમજ તેના શ્રેષ્ઠ પરિણામો મળી રહે છે.
પાણીમાં યોગા કરવાથી થાય વિશેષ લાભ: જમીન ઉપર યોગ કરવાના પગલે શારીરિક માનસિક વિકાસ અને વૃદ્ધિ થાય છે પરંતુ પાણીમાં યોગ કરવામાં આવે તો શારીરિક માનસિક વિકાસની સાથોસાથ કેટલાય શરીરના રોગોમાં પાણી માં યોગ થકી વિશેષ લાભ થાય છે ત્યારે હાલના તબક્કે 63 વર્ષે મહેન્દ્રસિંહ આજે પણ પાણીમાં શીર્ષાસન, પદ્માસન, સવાસન સહિતના કેટલાય યોગ અને પ્રાણાયામ પાણી ઉપર કરી વિશેષ પ્રસિદ્ધિ પામી રહ્યા છે. જોકે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થકી યોગ દિવસ માબલે સમગ્ર વિશ્વ એકરૂપ બને છે ત્યારે યોગ થકી આગામી સમયમાં ભારત વિશ્વ ગુરુ બનશે તે નક્કી છે.