ETV Bharat / state

આજથી ચિત્રા નક્ષત્રના પ્રારંભ સાથે ગુજરાતમાં ફરી 5 ઈંચ સુધી વરસાદની આગાહી, શિયાળુ પાક માટે કેવી રહેશે સ્થિતિ? - GUJARAT WEATHER CHITRA NAKSHATRA

ચોમાસા દરમિયાન પડેલા ખૂબ સારા વરસાદને કારણે ખરીફ સીઝન બાદ રવિ પાકોની સ્થિતિ પણ ખૂબ સારી રહેવાની શક્યતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.

આગાહીકાર રમણીકભાઈ વામજા
આગાહીકાર રમણીકભાઈ વામજા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 1:03 PM IST

જૂનાગઢ: આજથી હાથીયા નક્ષત્ર પૂરું થઈ રહ્યું છે અને ચિત્રા નક્ષત્ર બેસી રહ્યું છે, 15 દિવસના આ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બે ઇંચથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે હાથીયા નક્ષત્રમાં વરસાદ પડ્યા બાદ આવતા ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થાય છે તેવી ખગોળીય પરંપરા છે. તે મુજબ આજથી શરૂ થઈ રહેલા ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત થાય છે.

આજથી ચિત્રા નક્ષત્રનો પ્રારંભ વરસાદની શક્યતા: ચોમાસાના વરસાદ માટે ખૂબ મહત્વના ગણાતા અંતિમ નક્ષત્ર એવા ચિત્રા નક્ષત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જેને કારણે આ નક્ષત્રમાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે તેવી શક્યતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. સામાન્ય રીતે હાથીયા નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે તે પછીના ચિત્રા નક્ષત્રમાં પણ અચૂક વરસાદ પડતો હોય છે. જેને કારણે આજથી શરૂ થઈ રહેલા ચિત્રા નક્ષત્રમાં બેથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાથીયા નક્ષત્રમાં પણ જૂનાગઢમાં આઠ ઇંચ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર બે કલાકમાં પડેલો આ વરસાદ સમગ્ર ચોમાસાની ઋતુમાં કોઈ એક સમય માટે પડેલો સૌથી વધુ વરસાદ પણ નોંધવામાં આવ્યો હતો.

આગાહીકાર રમણીકભાઈ વામજા (ETV Bharat Gujarat)

રવિ પાકોની સ્થિતિ અતિસારી: ચોમાસા દરમિયાન પડેલા ખૂબ સારા વરસાદને કારણે ખરીફ સીઝન બાદ રવિ પાકોની સ્થિતિ પણ ખૂબ સારી રહેવાની શક્યતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. ચોમાસા દરમિયાન મગફળીનો પુષ્કળ પાક થશે ત્યારે ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે જીરું ને બાદ કરતા ઘઉં, ચણા, ધાણા સહિતના શિયાળુ પાકોને ખૂબ સારો ફાયદો થવાની શક્યતા પણ રમણીકભાઈ વામજા એ વ્યક્ત કરી છે. વધુમાં ચોમાસા દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે આ વખતે શિયાળુ પાક ગણાતા જીરૂના પાકમાં ભેજ વધારે રહેવાને કારણે રોગ જીવાત કે જીરૂના પાકમાં ઓછો ઉતારો આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સમાજના દીકરા-દીકરીઓ મારે નવરાત્રિની સુવિધા: આહીર સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન
  2. જામનગરની મગફળીની સાઉથમાં બોલબાલા... જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખરીદવા તમિલનાડુના વેપારીઓ પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.