જૂનાગઢ: 15 ઓગસ્ટ 1947 નો દિવસ ભારત માટે આઝાદીની સોનેરી કિરણ લઈને આવ્યો હતો. સમગ્ર દેશમાં આઝાદીનું ઐતિહાસિક મહાપર્વ ઉજવવા માટે ઠેર ઠેર ભારત વર્ષમાં દીવડાઓથી આઝાદીના પ્રકાશને પ્રજ્વલિત કરવામાં આવી રહ્યો હતો. બિલકુલ આ જ સમયે જૂનાગઢ આઝાદી માટે વધુ એક સંઘર્ષમાં ઉતરી ચૂક્યું હતુ. તેઓ નિર્ણય જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે: ભારત જ્યારે ગુલામીની કારમી જંજીરો તોડીને 15 મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં નવાબી શાસનના નવાબ રસુલખાન દ્વારા જૂનાગઢનું જોડાણ ભારત સાથે નહીં પરંતુ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જ ભારત આઝાદ થઈ રહ્યું છે. તેની ખુશી જૂનાગઢ વાસીઓ માટે અંધકારરૂપ બની ગઈ હતી. જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને લઈને સરદાર પટેલની આગેવાનીમાં જૂનાગઢમાં આઝાદીની એક નવી ચળવળની શરૂઆત થઈ. જેને આરઝી હકુમત નામ આપીને જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે તે માટેની લડાઈ શરૂ થઈ.
સરદાર પટેલે લીધી આગેવાની: ભારત આઝાદ થયું પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામે ભારત સાથે જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. નિઝામ હૈદરાબાદ છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા પરંતુ જૂનાગઢના નવાબ રસુલખાને જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેતા સરદાર પટેલની આગેવાનીમાં જે તે સમયના જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે સંકળાયેલા સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં શામળદાસ ગાંધી અને અનેક નામની અનામી સ્વાતંત્ર વીરો દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની નવી લડાઈની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં જૂનાગઢની સાથે માણાવદર માંગરોળ બાટવા સહિત નવાબી શાસનમાં સામેલ અનેક ગામોમાં નવાબના નિર્ણય સામે ખૂબ જ રોષ પ્રગટ્યો અને જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે. તે માટેની લડાઈ શરૂ કરી જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં ભારતનું પ્રથમ કહી શકાય તેવું મતદાન પણ થયું. જેમાં જૂનાગઢના મોટાભાગના લોકોએ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય તે બાબતે પોતાનો મત પ્રગટ કર્યો.
જોવા મળ્યો ભારે ઉત્સાહ: ત્યાર બાદ આરજી હકુમતના લડવૈયાઓની આ લડાઈ 9મી નવેમ્બર 1947ના દિવસે રંગ લાવી જૂનાગઢના નવાબ તેના સમગ્ર પરિવારની સાથે તેમના સૌથી નજીક અને પાલતુ સ્વાનો સાથે પાકિસ્તાન પલાયન થઈ ગયા ત્યારે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ વાસીઓએ આઝાદીના પહેલા સૂર્યકિરણના દર્શન કરીને અખંડ ભારત સાથે જૂનાગઢનું જોડાણ થયું. તેની ખુશી પણ મનાવી હતી.