ETV Bharat / state

વક્ફની વાસ્તવિકતા શું છે અને અફવાઓ પાછળનું સત્ય શું છે? જાણો - Waqf Board

કેન્દ્ર સરકાર વકફ સુધારો અધિનિયમ 2024 લાવવાની તૈયારી કરી રહી છે. વકફની વાસ્તવિકતા શું છે અને અફવાઓ પાછળનું સત્ય શું છે? અંગે ગુજરાત હાઈકોર્ટના વકીલ અને પૂર્વ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના સભ્ય ઈકબાલ શેખે ETV ભારત સંવાદદાતા રોશન આરા સાથે ખાસ વાતચીત કરી. WAQF BOARD

કેન્દ્ર સરકાર વકફ સુધારો અધિનિયમ 2024 લાવવાની તૈયારી કરી રહી
કેન્દ્ર સરકાર વકફ સુધારો અધિનિયમ 2024 લાવવાની તૈયારી કરી રહી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 10:26 AM IST

Updated : Sep 27, 2024, 1:03 PM IST

કેન્દ્ર સરકાર વકફ સુધારો અધિનિયમ 2024 (Etv Bharat Gujarat)

અમદાવાદ: કેન્દ્ર સરકાર વકફ સુધારો અધિનિયમ 2024 લાવવાની તૈયારી કરી રહી છે. જેપીસીને વકફમાં સુધારો કરવો જોઈએ કે નહીં તેની જવાબદારી સોંપવામાં આવી છે. વકફને લઈને અનેક ગેરમાન્યતાઓ અને અફવાઓ સમાજમાં ફરી રહી છે અને લોકોને એ પણ ખબર નથી કે વકફ શું છે. વકફની વાસ્તવિકતા શું છે અને અફવાઓ પાછળનું સત્ય શું છે? અંગે ગુજરાત હાઈકોર્ટના વકીલ અને પૂર્વ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના સભ્ય ઈકબાલ શેખે ETV ભારત સંવાદદાતા રોશન આરા સાથે ખાસ વાતચીત કરી હતી.

વક્ફ બોર્ડ એ ચેરીટી કમિશનર જેવી સુપરવાઇઝર ઓથોરિટી: આ અંગે એડવોકેટ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, વક્ષ એ મિલકતનો પ્રકાર છે અને વકફ બોર્ડ એ ચેરીટી કમિશનર જેવી સુપરવાઇઝરી ઓથોરિટી છે. ઈસ્લામી કાયદામાં મન હોય એવા ધાર્મિક પવિત્ર અથવા સખાવતી હેતુ માટે વાંકીફે પોતાની માલિકીની મિલકત આવા હેતુઓ માટે કાર્ય કરતી કોઈ રજીસ્ટર કે અનરજીસ્ટર સંસ્થાઓને અથવા કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વખત બનાવીને અથવા મૌખિક રીતે કાયમી માટે અર્પણ કરી હોય એવી મિલકતો વક્ફ મિલકતો છે. અને કોઈ મિલકત એકવાર વફ થઈ જાય પછી કાયમી વક્ફ જ રહે છે.

વક્ફ બોર્ડ મુસ્લિમ મિલ્કતોની નોંધણીનું કાર્ય કરે છે: તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોમાં એવી અફવાઓ ફેલાવવામાં આવે છે કે આર્મી અને રેલ્વે પછી ત્રીજા નંબરે બોર્ડની મિલકતો છે. એની વાસ્તવિકતા કંઈક જુદી છે. આર્મી અને રેલવે કેન્દ્ર સરકારના વિભાગ છે. એની મિલકતો કેન્દ્ર સરકારની છે. જ્યારે વક્ફ બોર્ડ એ અલગ અલગ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની ઓથોરિટીઝ છે. જે મુસ્લિમ ટ્રસ્ટો અને મુસ્લિમની મિલકતો અંગે નોંધણી, દેખરેખ અને નિયંત્રણ રાખે છે. બોર્ડ પાસે એક ચોરસ મીટર કે એક રૂપિયાની એક પણ મિલકત નથી.

વક્ફ મિલ્કતો વક્ફ બોર્ડની નથી: વક્ફ મિલકતો વક્ફ બોર્ડની નહીં પણ જે તે ગામ શહેરની વક્ફ સંસ્થાઓની છે. આપના ગામ કે શહેરની મસ્જિદ વક્ફ ટ્રસ્ટના નામે છે. રિવન્યુ રેકોર્ડ હક પત્રકમાં અને નગરપાલિકાના મિલકત રજીસ્ટરમાં આ મિલકત ટ્રસ્ટના નામે છે. આ મિલકત ટ્રસ્ટને કોઈ મુસ્લિમ દાતાએ મસ્જિદ માટે વક્ફ કરેલી છે. આ મિલકત વક્ફ કરનારની માલિકીની હતી. જે એણે અલ્લાહના નામે મસ્જિદ માટે આપના ટ્રસ્ટને કાયમી માટે વકફ કરેલી છે.

1995ના કાયદામાં સુધારા માટે નવું બિલ: ઇકબાલ શેખે વધુમાં જણાવ્યું કે, વક્ફ સુધારા બિલ 2024 હેઠળ વકફ એક્ટ નું નામ બદલીને યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 આપવાનો પ્રસ્તાવ છે અને જેપીસી આના ઉપર સુધારા કરવા માટે NGO, સામાન્ય લોકો, નિષ્ણાંતો, હિતધારકો અને સંસ્થાઓ પાસેથી સૂચનો અને વિચારો મંગાવ્યા હતા. મુસ્લિમ પર્સનલ બોર્ડ પાસે આના માટે સૂચનો મંગાવ્યા હતા અને કરોડોની સંખ્યામાં લોકોએ ક્યુઆર કોડ સ્કેન કરીને સૂચનો મેલ કર્યા છે. મોદી સરકાર બોર્ડની સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારા કરવા માટે સંસદમાં 1 બિલ લાવવા જઈ રહી છે. તેનો વિરોધ આખા દેશમાં કરવામાં આવી રહ્યો છે. આ કાયદાથી એમ લાગે છે કે સરકાર પોલિટિકલ બેનિફિટ માટે વક્ફમાં સુધારા કરવાનું પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં આટલો ટન નીકળે છે કચરો, જાણો મહાનગરપાલિકા કેટલો કરે છે ખર્ચ - Waste disposal in Bhavnagar
  2. જામનગરમાં નેશનલ લોક અદાલત: 8000 કેસનો નિકાલ, 2555 કેસ હજુ પેન્ડિંગ, જાણો - National Lok Adalat at Jamnagar

Last Updated : Sep 27, 2024, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.