અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ)
ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25 ઓગસ્ટ 2024 રવિવારના રોજ અમદાવાદથી સવારે 07:45 કલાકે ઉપડશે અને એ જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 સોમવારના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે અને એ જ દિવસે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે. ટ્રેન નંબર 09453/09454નું બુકિંગ તારીખ 31 જુલાઇ 2024 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.