રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઈપલાઇનના રીપેરીંગનાં કામને પગલે પાણી કાપ મુકાઈ રહ્યો છે. જ્યાં અહીં અમુક જગ્યાએ પાઇપલાઇન તૂટી જવાથી પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે આજે તારીખ 28 અને 29 જૂને વધુ એક વખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. આજે 28 જૂને વોર્ડ નં.-11,12 અને 29 જૂને વોર્ડ નં-7,14,17નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા થશે પાણી કાપ: મહાનગરપાલિકા વોટર વર્ક્સ વિભાગના જણાવ્યા મુજબ, ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈન ઘણી જૂની હોવાના કારણે લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરાઇ છે. 28 જૂન શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ-11 (પાર્ટ),12(પાર્ટ)) તથા 29 જૂને શનીવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ,14 પાર્ટ,17 પાર્ટ), નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18(પાર્ટ)) તથા સ્વાતી પાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ-18 (પાર્ટ))માં પાણી વિતરણ બંધ રહેશે.
કયા વિસ્તારોમાં રહેશે પાણી કાપ: વિસ્તારોની વાત કરવામાં આવે તો શુક્રવારે વાવડી હેડ વર્કસ આધારિત વિસ્તારો વોર્ડ 11-પાર્ટ અંબિકા ટાઉનશીપ- પાર્ટ વોર્ડ 12 પાર્ટનાં વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતી નગર, મધુવન સોસાયટી, ગોવિંદરત્નબ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વગેરે સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.
શનિવારનાં રોજ ગુરુકુળ આધારિત ઢેબર રોડ સાઈડનાં આધારિત વિસ્તારો વોર્ડ-7 પાર્ટ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. તેમજ વોર્ડ-14 પાર્ટ વાણીયા વાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિ નગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક, જ્યારે વોર્ડ નં 17-પાર્ટનાં નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ 1,2 વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2 મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચાવાળા ભાગમાં પાણી વિતરણ થશે નહીં.