ETV Bharat / state

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટેનું મતદાન સંપન્ન , PM મોદીએ અમદાવાદમાં નિશાન સ્કૂલ ખાતે કર્યુ મતદાન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્નાયુ છે ત્યારે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા ગુજરાતના મતદારો ઉત્સાહી છે. તમામ મતદારો સમજી વિચારી પોતાનો મત આપી આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા અમદાવાદના રાણીપમાં નિશાન સ્કુલ ખાતે પહોચ્યા અને પોતાનો મત આપ્યો.

નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યુ
નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યુ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 7:17 AM IST

Updated : May 7, 2024, 6:12 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 7.30 વાગ્યે મતદાન કર્યુ. મતદાન કરતા પહેલા મોદીએ લોકોનુ અભિવાદન જીલ્યુ હતુ. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ છે જેની સુરક્ષાના ભાગરૂપે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યુ (Etv Bharat Gujarat)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો નિશાંત સ્કૂલમાં ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યુ. ભાજપ કાર્યકરોએ ઢોલ અને નગારાના તાલ સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ.

વડાપ્રધાન મોદી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ છે. જેથી સુરક્ષા ભાગરુપે ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતા. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે.

  1. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકો પર આજે મતદારો રાજા - Lok Sabha Election 2024
  2. ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણીનું મતદાન, કુલ 24 ઉમેદવારો મેદાનમાં - Gujarat Assembly by poll 2024

Last Updated : May 7, 2024, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.