ETV Bharat / state

Visavadar Assembly Election : વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું કોકડું ગૂંચવાયું, કુલ પાંચ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે - Visavadar Assembly Seat Election

કેન્દ્રીય ચૂંટણીપંચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખો સાથે રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરેલો છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો તેમાં પાંચ બેઠક પર ચૂંટણી જાહેર થઇ છે. જ્યારે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું કોકડું ગૂંચવાયું છે.

Visavadar Assembly Election : વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું કોકડું ગૂંચવાયું, કુલ પાંચ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 9:00 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણીપંચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખો સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર 7મેના રોજ એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનો મતદાન પૂર્ણ થઇ જશે. લોકસભાની સાથે સાથે વિધાનસભાની ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. છ ખાલી બેઠકો પૈકી પાંચ બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ છે. ત્યારે એક બેઠક પર કોકડું ગૂંચવાયું છે.

કોર્ટ મેટરને કારણે ન થઇ જાહેરાત : સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલે જણાવ્યું કે કોર્ટ મેટરને કારણે વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત સત્તાવાર રીતે કરાઈ નથી. ગુજરાત વિધાનસભામાં છ બેઠકો ખાલી છે. જોકે ચૂંટણી પંચે માત્ર પાંચ જ બેઠકો પર ચૂંટણી જાહેર કરતાં મૂંઝવણ ઊભી થઈ છે. પેટાચૂંટણીની જાહેરાતમાં વિસાવદર બેઠકનું નામ નથી, જોકે વિસાવદર બેઠક જ સૌથી પહેલા ખાલી થઈ હતી. જેના પર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલા ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા. નોંધનીય છેકે વિસાવદર બેઠકને લઈને કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેના કારણે છ બેઠકની પેટાચૂંટણીના બદલે પાંચની જ જાહેરાત થઈ શકી છે.

પેટાચૂંટણી માટે મતદાન : ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.

બેઠકો કેમ ખાલી પડી : કોંગ્રેસના 17 ધારાસભ્ય પૈકી માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સી જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. તે ઉપરાંત વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા છ વિધાનસભાની પેટાચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે. જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે.

ભુપત ભાયાણી
ભુપત ભાયાણી

આપમાંથી ચૂંટાયા હતાં ભાયાણી : ભુપત ભાયાણી ચૂંટાયા બાદ તરત જ ભાજપમાં જવાની અટકાળો લાગી હતી. ભુપત ભાયાણી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. તેમણે કોંગ્રેસના બે ટર્મના ધારાસભ્ય હર્ષદ રીબડીયાને પરાસ્ત કર્યા હતાં. ચૂંટાયા બાદ તેમણે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરતા ભાજપમાં જવાના હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. મતદારોના વિરોધને કારણે ભાયાણીનો પક્ષ પલટો થોડો સમય અટક્યો હતો. ભુપત ભાયાણી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તરત જ પક્ષ પલટો કરવાના હોવાની વાત વાયુવેગે મતવિસ્તારમાં ફેલાઈ હતી. વિસાવદરના મતદારોએ ઉગ્ર વિરોધ કરતા તેમણે ભાજપમાં જવાનું ટાળ્યું હતું. કાર્યકરોના વિરોધનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ભાયાણી ચૂંટણી લડે તેવી શક્યતા : લોકસભા ચૂંટણી પહેલા ભુપત ભાયાણીએ રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતાં. લોકસભા ચૂંટણી જાહેરાત થાય તે પહેલા ભાજપે ફરીથી ભરતી મેળો શરૂ કર્યો હતો. જેમાં સૌપ્રથમ ભુપત ભાયાણી જોડાયા હતાં. તે ધારાસભ્ય પદે રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતાં. તેઓ કમળના નિશાન પર ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. પરંતુ કોર્ટ મેટર હોવાને કારણે વિસાવદરની પેટાચૂંટણી અટવાઇ છે.

  1. Bhupat Bhayani Joined BJP : ETV BHARAT ના સવાલ પર સીઆર પાટીલે કેમ મૌન સેવ્યું ? જુઓ આ ખાસ અહેવાલ...
  2. પૂર્વ AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયા રંગમાં રંગાશે ? રાજીનામું આપ્યા બાદ ભાયાણીએ કર્યો ભડાકો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.