ETV Bharat / state

Veraval Drugs Case: સોમનાથ પોલીસની વેરાવળ ડ્રગ્સ કેસમાં સફળતાને બિરદાવતા રાજ્ય પોલીસ વડા

સોમનાથ પોલીસની પ્રશંસનીય કામગીરી ને બિરદાવવા તેમજ ડ્રગ્સ કાંડના મામલાને લઈને એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોમનાથની મુલાકાત કરી હતી. મહાદેવના દર્શન કરી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોમનાથ પોલીસ અધિક્ષકની સાથે એટીએસ એસપી અને અન્ય પોલીસ અધિકારીઓ સાથે ડ્રગ્સ ને લઈને ખૂબ જ ગંભીરતાથી ચર્ચાઓ કરી હતી. Vikas Sahay Gir Somnath Veraval 200 Cr Drugs

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે એક દિવસની સોમનાથ મુલાકાતે આવ્યા હતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 10:32 PM IST

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોમનાથની મુલાકાત કરી હતી

ગીર સોમનાથઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે એક દિવસની સોમનાથ મુલાકાતે આવ્યા હતા તેમની સાથે રાજ્ય એટીએસના એસપી પણ જોડાયા હતા. સોમનાથ પહોંચેલા રાજ્ય પોલીસ વડાનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું હતું. ત્યારબાદ 2 દિવસ પૂર્વે વેરાવળ બંદર પરથી 200 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ પકડવામાં પોલીસને જે સફળતા મળી છે તેને રાજ્ય પોલીસ વડાએ બિરદાવ્યું હતું. તેઓ ખુદ સોમનાથ આવીને એસપી સહિત તમામ પોલીસ કર્મચારીઓની ડ્રગ્સ પકડવાની કામગીરીની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

ધાક બેસે તેવી કામગીરીઃ વેરાવળ માંથી જે ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે તેની તપાસમાં એટીએસ અને રાજ્યની પોલીસ પણ જોડાઈ છે અને નોંધપાત્ર સફળતા મળે તે માટે ગુજરાત ની પોલીસ કામ કરી રહી છે. સમગ્ર મામલામાં પોલીસ ગંભીરતાથી તપાસ કરીને સમગ્ર પગેરું ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ પણ કરવામાં આવશે. સોમનાથનો દરિયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. જેને કારણે પણ આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોમનાથ એસપી અને એટીએસના એસપી ની સાથે સ્થાનિક પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી.

ડ્રગ્સ ને લઈને ખૂબ જ ગંભીરતાથી ચર્ચાઓ કરી હતી

નવા બંદર પોલીસ સ્ટેશનને સન્માનઃ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ સ્ટેશનને તેમની કામગીરીને અંતે દર વર્ષે એક રેન્ક આપવામાં આવે છે. તે મુજબ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સોમનાથ જિલ્લાના નવા બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશનને કામગીરીની દ્રષ્ટિએ ગુજરાતનું સર્વોત્તમ પોલીસ સ્ટેશન પસંદ કરીને તેને સન્માનિત કર્યું છે. નવા બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશનને કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલું સન્માન પત્ર પણ આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અર્પણ કર્યું હતું.

વેરાવળ બંદર પરથી 200 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ પકડવામાં પોલીસને જે સફળતા મળી છે તેને હું બિરદાવું છું. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સોમનાથ જિલ્લાના નવા બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશનને કામગીરીની દ્રષ્ટિએ ગુજરાતનું સર્વોત્તમ પોલીસ સ્ટેશન પસંદ કરીને તેને સન્માનિત કર્યું છે. નવા બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશનને કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલું સન્માન પત્ર પણ એનાયત કર્યુ છે...વિકાસ સહાય(રાજ્ય પોલીસ વડા)

  1. Bhavnagar: ભાવનગર 2022માં માતાપુત્રી પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીને આજીવન સજા
  2. Mehul Boghara: એડવોકેટ મેહુલ બોઘરાએ ASIની કાળા કાચવાળી કારનો વીડિયો ઉતારતા મામલો બિચક્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.