ETV Bharat / state

પાલનપુરમાં હર્ષોલ્લાસ સાથે મનાવાયો વિજ્યોત્સવ, 61 ફૂટના રાવણનુ દહન

પાલનપુરમાં વર્ષોની પરંપરાગત દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રામલીલા મેદાનમાં 61 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

પાલનપુરમાં હર્ષોલ્લાસ સાથે મનાવાયો વિજ્યોત્સવ
પાલનપુરમાં હર્ષોલ્લાસ સાથે મનાવાયો વિજ્યોત્સવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2024, 3:03 PM IST

Updated : Oct 13, 2024, 6:14 PM IST

બનાસકાંઠાઃ પાલનપુરમાં દશેરાના પર્વે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, રાવણ દહન પહેલા પાલનપુરના જાહેર માર્ગો પર એક ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, આ શોભાયાત્રા પાલનપુરના જાહેર માર્ગો પર ફર્યા બાદ નિર્ધારિત રૂટ પ્રમાણે સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી.

61 ફૂટના ઉંચા રાવણના પૂતળાનું દહનઃ પાલનપુરના રામલીલા મેદાનમાં ભવ્ય આતિશબાજી સાથે કુંભકર્ણ, મેઘનાથ અને 61 ફૂટના ઉંચા રાવણના પૂતળાનું દહન કરી અસત્ય પર સત્યના વિજય સમા વિજયદશમીની ઉજવણી કરવામાં આવી હતી.

પાલનપુરમાં હર્ષોલ્લાસ સાથે મનાવાયો વિજ્યોત્સવ (Etv Bharat Gujarat)

પાલનપુરમાં વર્ષોથી રામસેવા સમિતિની આગેવાનીમાં ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ સેવા સમિતિ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રામાં નિકળાવામાં આવી હતી, જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાંજે રાવણના પૂતળાનુ દહન કરી દશેરાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો

રામ સેવા સમિતિના આગેવાન કમલેશભાઈએ જણાવ્યું હતું કે, બે મહિનાની અથાગ મહેનત કરીને શોભાયાત્રા સહિત રાવણ દહનનું આયોજન હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવે છે, તેમજ કોઈપણ પ્રકારની અગવડતા કે મુશ્કેલીઓ ના પડે અને નિર્વિઘ્ને દશેરા ઉત્સવ પૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે.

  1. રાવણને મળ્યું જીવનદાન ! જાણો ધોરાજીમાં કેમ રહ્યું રાવણદહન બંધ
  2. ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન, રાજકોટના રેસકોર્સ મેદાનમાં 29માં વર્ષે પરંપરા યથાવત

Last Updated : Oct 13, 2024, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.