ETV Bharat / state

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા: આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી - CHHATH PUJA 2024

આજે છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કરશે.

આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી
આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 7:23 AM IST

વાપી: સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા. આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે. ગુરુવારે એટલે કે આજે વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવશે. જે માટે વાપી નજીક પસાર થતી દમણગંગા નદી અને રાતા ખાડીના કાંઠે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, બિહાર વેલફેર એસોસિએશન, નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું છે. અહીં છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠ મૈયાનો જયજયકાર કરશે.

સાંજે પ્રથમ અર્ધ્ય અર્પણ કરશે: ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓ સૂર્યની ઉપાસના કરશે. છઠ્ઠ વ્રતધારીઓ ગુરુવારે સાંજે પ્રથમ અર્ધ્ય અર્પણ કરશે. જે માટે સામાજિક સંસ્થાઓ દ્વારા નદી કિનારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. વલસાડ જિલ્લાના વાપીમાં અને સેલવાસના દમણમાં મળી અંદાજીત દોઢ લાખ લોકો આ પર્વ નિમિત્તે નદી કિનારે એકઠા થશે. જેઓ સૂર્યને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાની પૂજા કરશે.

આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી (Etv Bharat Gujarat)

19 વર્ષથી આ આયોજન: આ મહાપર્વ અંતર્ગત વાપી નજીકની રાતા ખાડી ખાતે વિશેષ આયોજન કરનાર બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ એન.કે. સિંહે જણાવ્યું હતું કે, રાતા ખાડી પર તેમની સંસ્થાના નેજા હેઠળ 19 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. યુપી અને બિહારનું આ મહાપર્વ હવે પુરા દેશમાં મનાવવામાં આવે છે.

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા
સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા (Etv Bharat Gujarat)

લાઇટિંગની, પાણીની અને મહાપ્રસાદની વ્યવસ્થા: ઉત્તર ભારતીય સમાજ વાપી, દમણ, સેલવાસ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કામ ધંધાર્થે સ્થાયી થયા છે. જેવો વર્ષોથી અહીં વસવાટ કરે છે. એટલે તેઓ અહીં જ છઠ્ઠ પર્વની પણ ઉજવણી કરે છે. રાતા ખાડી પર છઠ્ઠ વ્રતધારીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસનની મદદથી ઘાટની સફાઈ કરવામાં આવી છે. આ પર્વ સાંજનું અને વહેલી સવારનું હોવાથી લાઇટિંગની, પાણીની અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કરશે
ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કરશે (Etv Bharat Gujarat)

30,000 જેટલા લોકોનો માનવ મહેરામણ ઉમટશે: સાતમી નવેમ્બરે એટલે કે આજે સાંજે ઢાળતા સૂર્યને પ્રથમ અર્ધ્ય અર્પણ કરવામાં આવશે. જેમાં આ વ્રતધારીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ ગયો છે. રાતા ખાડી પર દર વર્ષે અંદાજિત 5000 વ્રતધારીઓ અને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુઓ મળી અંદાજિત 30,000 જેટલા લોકોનો માનવ મહેરામણ ઉમટશે.

આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી
આજે દમણગંગા નદીકિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર થશે ઉજવણી (Etv Bharat Gujarat)

છઠ્ઠ પૂજા એ ત્રણ દિવસના કઠોર ઉપવાસ: છઠ્ઠ પૂજામાં આવતા તમામ લોકો પોતાના પરિવારની, દેશની સુખ સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યદેવને ગુરુવારે સાંજે પ્રથમ અધ્ય અર્પણ કરી તેની પૂજા કરશે. જે ક્રમ બીજે દિવસે વહેલી સવારે પણ કરવામાં આવશે. છઠ્ઠ પૂજા એ ત્રણ દિવસના કઠોર ઉપવાસ સાથે શરીર શુદ્ધિનું પર્વ છે. જેમાં 15 દિવસ પહેલાથી જ તેની તૈયારી કરવામાં આવતી હોય છે. અહીં વિશેષ વ્યવસ્થામાં પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, તરવૈયા સહિતની ટીમો પણ તૈનાત કરવામાં આવે છે.

છઠ્ઠી મૈયાની આ પૂજા માતા કુંતીએ કરી હતી: આ જ રીતે વાપી નજીક દમણગંગા નદી કિનારે છેલ્લા 25 વર્ષથી છઠ્ઠી મૈયાના આ મહાપર્વનું આયોજન કરનાર બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે, "વાપી નજીક પસાર થતી દમણ ગંગા નદી કિનારે તેમની સંસ્થા દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છઠ્ઠી મૈયાની આ પૂજા માતા કુંતીએ કરી હતી. સૂર્યની ઉપાસનાનું આ પર્વ ત્રણ દિવસનું છે. આ ખૂબ જ કઠિન પર્વ છે. દરેક વ્રતધારીઓ નદી કિનારે પાણીમાં ઊભા રહી ડૂબતા સૂર્યને અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે."

25 વર્ષમાં અહીં ક્યારેય કોઈ અઘટિત ઘટના બની નથી: દમણ ગંગા નદી કિનારે અંદાજિત 50,000 જેટલા લોકો આ મહાપર્વમાં ભાગ લેતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને બિહાર વેલફેર એસોસિએશન દ્વારા સુસજ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્રતધારીઓ માટે લાઇટિંગની વ્યવસ્થા ઉપરાંત પોલીસ સ્ટાફ પણ ખડે પગે રહેશે. તરવૈયાઓ પણ અહીં ખાસ ઉપસ્થિત રહેશે. તો, પાણીમાં નાના બાળકો જાય નહીં તેમનું ધ્યાન રાખવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવે છે. જાણવા જેવી બાબત એ છે કે, 25 વર્ષમાં અહીં ક્યારેય કોઈ અઘટિત ઘટના બની નથી.

છઠ્ઠી મૈયાની જય: ઉલ્લેખનીય છે કે, વાપી, દમણ, સેલવાસમાં ઔદ્યોગીકરણ થતાં અનેક ઉત્તર ભારતવાસીઓ અહીં આવીને વસ્યા છે. જોકે તેઓ તેમના સંસ્કારો અને રીતરિવાજો ભૂલ્યા નથી. કહેવાય છે કે, રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું. આમ, વાપી સહિત સેલવાસ, દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી તળાવમાં અને દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી આ મહાપર્વની ઉજવણી કરશે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં છઠ્ઠ પૂજા તૈયારીઓને આખરી ઓપ: સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની
  2. છઠ્ઠ પર્વ 2023: વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સહિત દમણ પંથકમાં છઠ્ઠ પર્વની આસ્થાભેર ઉજવણી, સૂર્યદેવને આસ્થાનું અર્ધ્ય અર્પિત કરાયુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.