ETV Bharat / state

Valsad Crime : ધરમપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી, 4 માસનું બાળક બન્યું નોંધારું - ધરમપુર

ધરમપુરના ગોરખડા ગામે ઘરકંકાશમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો. ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીને હથોડીના 4 થી 5 ઘા મારતા પત્નીનું કરુણ મોત થયું હતું. ધરમપુર પોલીસે પતિની ધરપકડ કરી હતી.

Valsad Crime : ધરમપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી, 4 માસનું બાળક બન્યું નોંધારું

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 20, 2024, 1:14 PM IST

પતિની ધરપકડ

વલસાડ : ધરમપુર નજીકમાં આવેલા ગોરખડા ગામે પટેલ ફળીયામાં રહેતા જીતેશ કુંવરના લગ્ન મયુરીબેન સાથે થયા હતા. નાની ઉંમરે લગ્ન થવાને કારણે ગર્ભવતી થયાં બાદ બે વાર કસુવાવડ થતા બે બાળકોના મોત થયા હતાં. જે અંગે પતિ પત્ની વચ્ચે ઘણીવાર ઘરકંકાશ થતો રહેતો હતો. જેને લઈ અગાઉ પણ બન્નેના પરિવારો વચ્ચે પંચ કરી સમાધાન કરવામાં આવ્યું હતું. તારીખ 17 તારીખના રોજ બપોરના 3 થી 4 ના ગાળામાં જીતેશ કુંવર અને મયુરી વચ્ચે થયેલ બોલાચાલી બાદ જીતેશે ત્યાં જ પડેલ હથોડીના ઘા મયુરીના માથામાં મારી દેતા મોત નીપજ્યું હતું.

પતિને ગામ લોકોએ પકડી લીધો : પત્ની હત્યારા પતિ જીતેશ ઘટનાને અંજામ આપીફરાર થઇ જવાના ચક્કરમાં હતો. જોકે ઘટનાની ગંભીરતા પારખી ગયેલ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ ભેગા મળી જીતેશને પકડી ધરમપુર પોલોસને હવાલે કર્યો હતો.

જીતેશ અંધ શ્રદ્ધામાં માનતો હતો : ઘરમાં થતા ઝઘડાને લઈને તે ભગત ભુવાના ચક્કરમાં પડતા તેના આખા ઘરમાં ચોખાની પોટલીઓ લીંબુઓ ઘરના દરેક ખૂણે ખૂણે પડેલા જોવા મળ્યા હતાં. પોલીસ જ્યારે તેને પકડી લાવી ત્યારે પણ તેના હાથની મુઠ્ઠીમાં ચોખા પકડેલા હોવાની માહિતી મળી રહી હતી.

દંપતિનું 4 માસનું બાળક છે : જીતેશે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા દંપતિના 4 માસના પુત્ર ઉપરથી માતાનું છત્ર છીનવાઈ જવા પામ્યું છે. ઘર કંકાશને કારણે 4 માસના બાળકે માતાની છાયા ગુમાવી છે. ઘટના અંગે મયુરીના પરિવારજનોને જાણ થતાં ખૂબ કલ્પાંત કરતા જોવા મળ્યા હતાં.

ઘટના અંગે મયુરીના પિતાએ ફરિયાદ આપતા ગુનો નોંધાયો : ગોરખડા ગામે બનેલી હત્યાને ઘટનામાં મૃતક પત્ની મયુરીના પિતાએ ધરમપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ જીતેશ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિની પોલીસે ધરપકડ કરી : નાની ઉંમરે લગ્ન થયા હોઇ બન્નેના બે બાળકો ઓછી ઉંમરે મોત થતાં પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. જે ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. પતિ એ હથોડીના ઘા મારી પત્નીની હત્યા કરી નાખતાં હાલ પતિની પોલીસે ધરપકડ કરી છે.

  1. Vadodara Crime : દંપતીની તકરારમાં પરિવાર ઉજડ્યો, પાંચ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
  2. Jamnagar Crime : પતિએ પત્નીની હત્યા કરીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.