ETV Bharat / state

'વતનમાં વડાપ્રધાન': નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા - PM MODI AND SPANISH PM

દિવાળીના શુભ દિવસોના પ્રારંભે વડોદરામાં યોજાયેલા રોડ શોમાં બન્ને વડાપ્રધાનઓનું વડોદરાવાસીઓએ અવિસ્મરણીય આવકાર કર્યો હતો.

નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા
નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 12:43 PM IST

વડોદરા: દિવાળી પર્વના શુભ દિવસોના પ્રારંભના શુકવંતા સમયે વડોદરા ખાતે પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને સમગ્ર વડોદરા નગરે હેતથી વધાવી વધાવી લીધા હતા. આ બન્ને મહાનુભાવોએ ખુલી જીપમાં એરપોર્ટથી ટાટા ફેક્ટરી સુધી યોજાયેલા રોડ શોમાં પ્રચંડ જનમેદનીનો સાક્ષાતકાર કર્યો હતો. અને ઉત્સાહભેર ઉમટેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ વિદેશી મહાનુભાવો આવતા આ રોડ શો વડોદરા માટે અવિસ્મરણી બની રહ્યો છે.

એરપોર્ટ સર્કલથી ટાટા એરક્રાફટ કોમ્પલેક્ષ સુધી યોજાયેલા આ રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો વડોદરાવાસીઓ એકત્રિત થયા હતા. શહેરના રાજપથ પર વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ
નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ (Etv Bharat Gujarat)

આ રાજમાર્ગ ઉપર એક બાજુ વડોદરાના નગરજનો ઉમટી પડ્યા હતા. વિવિધ બેનર, વેશભૂષા, ગીત અને સંગીતના તાલે મહેમાનોને વધાવવા લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગોમાં ઠેરઠેર બન્ને વડાપ્રધાને નાગરિકોનું સસ્મિત અભિવાન ઝીલ્યું હતું.

નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા
નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા (Etv Bharat Gujarat)
નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા
નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા (Etv Bharat Gujarat)

વડાપ્રધાને પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી વડોદરાવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.

આ પણ વાંચો:

  1. PM મોદી અને સ્પેનના પીએમ ગુજરાતના પ્રવાસે, જાણો આજે ક્યાં ક્યા કાર્યક્રમમાં આપશે હાજરી
  2. લાઈવ વડોદરામાં બે દેશના વડા: પીએમ મોદી અને સ્પેનના પીએમ લક્ષ્મી વિલાસ પેલેસ પહોચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.