વડોદરા : બોલીવુડના પડદે ધૂમ મચાવનાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો બીજો પાર્ટ રિલીઝ થો છે. લાંબા સમયથી ઉત્સુક વડોદારના ફેન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા થિયેટર પહોંચ્યા, પરંતુ સમયસર શો શરૂ ન થયો. તેથી વધુ શો કેન્સલ થતા ફેન્સ વિફર્યા હતા. જાણો સમગ્ર મામલો
વડોદરા PVR માં હોબાળો : વડોદરાના માંજલપુર વિસ્તારના ઇવા મોલની PVR મલ્ટિપ્લેક્સમાં પુષ્પા 2 જોવા વડોદરા શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા. PVR મલ્ટીપ્લેક્સમાં સવારે 8.30 કલાકે પ્રીમિયર શો હતો. તેને જોવા વડોદરા લોકલ તેમજ જિલ્લાભરમાંથી ચાહકો પહોંચ્યા હતા. જોકે, સમયસર શો શરૂ નહીં થતા ચાહકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. જેના કારણે મલ્ટિપ્લેક્સના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ફિલ્મ જોવા આવેલા દર્શકો રોષે ભરાતા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે થિયેટર સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં આજે સવારે પુષ્પા 2નો પ્રીમિયર શો માંજલપુરના ઇવા મોલમાં આવેલી PVR મલ્ટીપ્લેક્સમાં પહોંચ્યા હતા. આ પ્રીમિયર શો 8:30 કલાકનો હતો. પરંતુ કોઈ કારણસર આ શો સમયસર શરૂ નહીં થતાં ચાહકો રોષે ભરાયા હતા.
દર્શકોનું દિલ તૂટ્યું : ફિલ્મ જોવા આવેલા એક દર્શકે જણાવ્યું કે, ફર્સ્ટ ટેક ફર્સ્ટ શો જોવા માટે 40 કિમી દૂરથી વડોદરાની માંજલપુર PVR મલ્ટિપ્લેક્સ ખાતે આવ્યા હતા. ઘણો સમય થઈ ગયો છતાં પણ ફિલ્મનો શો શરૂ ન થયો. મેનેજમેન્ટે જણાવ્યું કે, પેન ડ્રાઈવ આવી નથી અને હજી વાર લાગશે. આ વાતને પણ ઘણો સમય વીતી ગયો છતાં પણ શો શરૂ ન થયો.
દર્શકે જણાવ્યું કે, આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, પરંતું મેનેજમેન્ટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે. જોકે આ લોકોએ કોઈ ટેસ્ટિંગ જ કર્યું નથી. અમે અંદર ગયા ત્યારે AC પણ ચાલુ ન હતું. અમને અંદર બેસાડી દીધા અને અડધો કલાક વીતી ગયો. આખરે એક કલાક થઈ ગયો અને એ લોકોનું કહેવું છે કે પેન ડ્રાઈવ આવે છે. હવે પેન ડ્રાઈવ નથી આવવાની, એમ કહીને અંતે ઠંડા કલેજે વિદાય આપી હતી.