વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલ કાસમઆલા કબ્રસ્તાન પાસે 7ફેબ્રુઆરીના રોજ એક યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ યુવકની હત્યા કરનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડયો છે અને પોલીસ સકંજામાં છે. હત્યાના આરોપી યુવકના હાલમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નાઝિમ છોટેહુસેનખાન પઠાણની હત્યા : બુધવારે સવારે કાસમઆલા કબ્રસ્તાન પાસે મૂળ યુપીના ફળ વેચી ધંધો કરનાર 23 વર્ષીય મો. નાઝિમ છોટેહુસેનખાન પઠાણની હત્યા થઈ હતી. ત્યારે પોલીસે હાથ ધરેલી તપાસમાં નાજીમની હત્યા તેના જ પાડોશીએ કર્યાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપી ગુલઝાર અકબરનબી પઠાણને અમદાવાદ તેના માતાપિતાના ઘરેથી ઝડપીને ઝડપી પાડયો હતો. જ્યાં આરોપીએ નાઝિમ પાસે 30 હજાર રુપિયા ઉછીના માંગતા તે ન આપી નાઝિમે લાફો માર્યો હતો. જેને પગલે આરોપીએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસ ગુલઝારને આજરોજ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ માગ્યા છે.
ગત 7 તારીખે મોહમ્મદ નાઝિમ પઠાણની હત્યા કાસમઆલા કબ્રસ્તાન પાસે કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી ગુલઝાર કે જે રિક્ષા ચલાવે છે તેને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. ગઈકાલે અટકાયત બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પૂછપરછ દરમિયાન ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30 હજાર રૂપિયા ઉઘાર માગ્યાં હતાં જે ન આપતાં હત્યા કર્યાંનું ખુલ્યું છે....જી. બી. બાંભણિયા ( એસીપી )
હત્યાના કારણોની શંકા : આ હત્યામાં જાણવા મળતી માહિતી મુજબ " નાઝિમનું કાસળ કાઢી નાંખ, તારી લોન હું ભરી દઈશ " એવી લાલચમાં આવી આરોપીએ યુવકની હત્યા કર્યાનું ખુલ્યું છે. બીજી તરફ પૈસાની લેતીદેતીનો મામલો છે. પરંતુ આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
કોઈએ સોપારી આપી હોવાની વાત : અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પૂછપરછ દરમિયાન આરોપી ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30 હજાર રૂપિયા ઉઘાર માગ્યાં હતાં.ત્યારે મૃતક યુવકે ગુલઝારને લાફો માર્યો હતો. જેની અદાવત રાખી તેણે રેકી કરી હતી અને બાદમાં હત્યા કરી હતી. આરોપી ગુલઝાર રિક્ષા ભાડે ચલાવે છે અને મૃતક યુવકની પેડલરિક્ષા પાસે પોતાની રિક્ષા મૂકી રેકી કરી મોકો મળતા ગ્લોઝ, માસ્ક અને છરી વડે હત્યા કરી નાખી હતી. આરોપી ગુલઝાર દેવામાં ડૂબી જતાં પૈસા માગતો હતો અને હત્યારા ગુલઝારને કોઈએ સોપારી આપી હોવાની વાત સામે આવી છે. આ કેસમાં મારનાર અને મરનાર યુપીના છે.