ETV Bharat / state

સગીરા સાથે દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટે સજા ફટકારી, પીડિતાનું મૃત બાળક બન્યું મજબૂત પુરાવો - Punishment for rape accused

રાજકોટ જીલ્લાના ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા રાજકોટના 24 વર્ષીય આરોપી ઇમરાન યુનુસને દુષ્કર્મ એક કેસમાં 20 વર્ષની સજા અને રૂ 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે સજા ફટકારી
ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે સજા ફટકારી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 7:57 PM IST

ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે સજા ફટકારી (Etv Bharat gujarat)

રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાની એક જ સગીરા સાથે બનેલા 2 અલગ-અલગ ચકચારિક દુષ્કર્મના 2 અલગ-અલગ પોકસો કેસના બનાવોની અંદર પ્રથમ એક આરોપીને અગાઉ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. જે બાદ બનેલ અન્ય એક બનાવના આરોપીને ધોરાજીની સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા ₹5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે સજા ફટકારી
ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે સજા ફટકારી (Etv Bharat gujarat)

સગીરાનું અવાર નવાર શારીરિક શોષણ: આ આખા કેસની વિગત એવી છે કે, આ સગીર સાથે અગાઉ ઈકબાલ કાલિયા મેમણ નામનો ઉપલેટાનો શખ્સ પોતાની સગીર સાળી જે આશરે 13 વર્ષની ઉંમરની હતી ત્યારથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હતો. તે દરમિયાન 2 વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ અંગે ધોરાજીની સેશન્સ કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો હતો. ભોગ બનનાર સગીરાને અન્ય આરોપી યુનુસ સજ્જાત પોતાની સાથે લઇ ગયો હતો. ભોગ બનનાર 18 વર્ષથી નીચે હોવાની માહિતી હોવા છતાં આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામ સ્વરુપે ભોગ બનનાર સગીરાને મૃત બાળકનો જન્મ થયો હતો અને તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી.

મૃત બાળકનો કંકાલ મેળવી તપાસ કરાઇ: ધોરાજી કોર્ટમાં ચાલતા કેસ દરમિયાન જેલમાંથી ઈકબાલ કાલિયાએ પોક્સોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો અને કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી આપી હતી. ત્યારે તે સમયના તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર રાહુલ કુમાર મહેશચંદ શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. જે અન્વયે ઉપલેટા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. જાડેજાએ તપાસ કરાવી હતી અને ઉપલેટા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં દબાણ કરીને બાળકની કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવ્યો હતો. ત્યારબાદ D.N.A. ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આરોપી સામે ફોરેન્સિક પુરાવા ધ્યાને લેવાયા: આરોપી ઈમરાન વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થતા ગુનો નોંધાયો હતો અને ફોરેન્સિક પુરાવાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનનારે (હાલ જેના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા છે) તેણે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, ઈકબાલ કાલિયા મેમણના સગા એવા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેની સાથે તે નિરાશ્રીત હતી ત્યારે સાથે રહેતી હતી. આ સાથે ભોગ બનનારે એવું પણ જણાવ્યું હતું કે, ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયો હતો અને તે મૃત બાળકને ઉપલેટા કબ્રસ્તાનમાં દફન આવ્યું હતું.

સગીરાને શેલ્ટર હોમમાં મોકલાઇ: આ કેસના આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજી સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, આ કેસમાં ભોગ બનનાર છે તેઓ આરોપીને પહેલેથી જાણતા હતા. આ કેસ રજીસ્ટર થયા બાદ નામદાર અદાલતે ભોગ બનનારની મરજી પૂછતા તેણી શેલ્ટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ભોગ બનનારને લઈ જવામાં આવેલ અને ત્યાં જ રાખવામાં આવી હતી.

સેશન્સ કોર્ટે આરોપીને સજા આપી: આ કેસમાં રહેલ સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ ભોઞ બનનાર સગીરા સાથે અગાઉ આરોપી ઈકબાલ કાલીયાના દુષ્કર્મના લીધે એક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયનીય સ્થિતિનો દૂર ઉપયોગ કરીને આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે. તે હળવાશથી લઈ શકાય નહીં તેવું જણાવ્યું હતું. ત્યારે આ કેસમાં બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટના જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી એવા ઇમરાન યુનુસ સજ્જાતને 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડ ફટકારતો હુકમ ફરમાવ્યો છે.

  1. સ્કોલરશીપના નામે છેતરપિંડી: સોચ ફાઉન્ડેશનના ચેરમેને કરી લાખોની ઠગાઈ - Chairman cheated millions
  2. "મોતની સવારી" કરતા બાળકોના જીવ જાય તો કોની "જવાબદારી", જુઓ વાયરલ વિડીયો... - Viral video

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.