કચ્છ : હવામાનની આગાહી મુજબ મોડી રાત્રે પૂર્વ કચ્છમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ભારે પવનની સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.જેમાં પૂર્વ કચ્છના કંડલા, સતાપર, કોટડા ચાંદરાણીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.પવન સાથે ધૂળની ડમરીઓ સાથે ક્યાંક વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા.રાત્રિના સમયે વાગડ વિસ્તારના આડેસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો.
વીજળી પણ ગુલ થઈ : આ ઉપરાંત રાપર, ગાગોદર, કાનમેર, ચિત્રોડ, કલ્યાણપર, રામવાવ, ત્રંબૌ સહિતનાં ગામોમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડયો હતો.કમોસમી વરસાદના કારણે દિવસભર વાતાવરણમાં જે ઉકળાટનો માહોલ હતો તેની જગ્યાએ ઠંડક પ્રસરી હતી. તો અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં અને ધૂળની ડમરી ઊડી હતી.ઉલ્લેખનિય છે કે કચ્છમાં બુધવારથી શનિવાર સુધી ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો વરસાદના પગલે લાંબા સમય માટે વીજળી પણ ગુલ થઈ હતી.
ભાવનગરમાં પણ વરસાદ : ભાવનગર જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો છે. સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ઉનાળુ અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે. સિહોર પંથકમાં ગાજવીજ સાથે ચોમાસાની જેમ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે. સૂત્રો અનુસાર મિનિ વાવાઝોડું આવ્યું હતું. સણોસરા ગામમાં વરસાદ સાથે કરા પડ્યા હોવાની માહિતી પણ મળી રહી છે.