બનાસકાંઠાઃ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યાં છે. આ કમોસમી વરસાદ વચ્ચે પણ અંબાજીમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી. જો કે ખેડૂતો આ કમોસમી વરસાદથી ચિંતામાં છે. ખેડૂતોએ વાવેલ ઘઉં, એરંડા, જીરુ જેવા પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે. કમોસમી વરસાદના પગલે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ખેડૂતોના નસીબ પર સંકટના વાદળ સમાન ભાસે છે.
કાળા ડિબાંગ વાદળો છવાયાઃ આગાહી અનુસાર વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા હતા. થોડીવાર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું. જો કે ભકતોએ આ કમોસમી વરસાદમાં પણ મા અંબાજીના આશીર્વાદ લીધા હતા. જેમાં ભકતોએ ચાચર ચોકમાં દંડવત પ્રણામ કરી પૂજા અર્ચના કરી હતી. ભકતોની આસ્થાને આ કમોસમી વરસાદ ડગાવી શક્યો નહતો. કમોસમી વરસાદના પગલે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ખેડૂતોના નસીબ પર સંકટના વાદળ સમાન ભાસે છે. દાંતા તાલુકામાં મોટા ભાગે ખેતી પર નિર્ભર પ્રજા જીવે છે. જો આ વર્ષે તેમના પાકને નુકસાન થાય તો તેમને આર્થિક રીતે દેવાળું ફુંકાવાનો વારો આવે તેમ છે.
ખેડૂતો ચિંતામાંઃ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે અંબાજી વિસ્તારમાં કમોસમી વરસાદનું આગમન થયું. દાંતા તાલુકાનો મહત્તમ વિસ્તાર ખેતી પર નિર્ભર છે. જ્યારે ખેતીવાડી કરતા ખેડૂતો આ કમોસમી વરસાદને પરિણામે ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ વાવેલ ઘઉં, એરંડા, જીરુ જેવા પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે. કમોસમી વરસાદના પગલે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ખેડૂતોના નસીબ પર સંકટના વાદળ સમાન ભાસે છે.