ETV Bharat / state

Bank Jobs: સરકારી બેંકમાં નીકળી ભરતી, ગુજરાતમાં કેટલી જગ્યા, ક્યાંથી અરજી કરવી? જાણો બધું જ - BANK JOBS

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થાનિક બેંક ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (Getty Images)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 7:27 PM IST

અમદાવાદ: ગ્રેજ્યુએટ યુવાનો માટે બેંકમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થાનિક બેંક ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા બેંક દ્વારા આજથી એટલે કે 24 ઓક્ટોબર 2024થી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ઉમેદવાર જે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે અધિકૃત વેબસાઈટ unionbankofindia.co.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર છે.

પાત્રતા અને માપદંડ
આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ. આ સાથે ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ ઉપરની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1લી ઓક્ટોબર 2024ની તારીખને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પાત્રતા સંબંધિત વિગતવાર વિગતો માટે, કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ભરાશે તેની માહિતી
કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ભરાશે તેની માહિતી (union bank of india)

યુનિયન બેંકનું ભરતી નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં 200 જગ્યાઓ પર ભરતી
યુનિયન બેંકમાં લોકલ બેંક ઓફિસરની દેશભરમાં બહાર પાડવામાં આવેલી 1500 જગ્યાઓમાંથી 200 જગ્યાઓ માટે ગુજરાત ભરતી થવાની છે. જેમાં જનરલ કેટેગરીથી માંડીને રિઝર્વ કેટેગરી માટે જુદી જુદી સીટ આરક્ષિત રાખવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ/ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા શહેર માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી અને પગાર ધોરણ?
યુનિયન બેંકની ભરતી માટે અરજી કરવા જનરલ/EWS/ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અને જીએસટી ભરવાની રહેશે. જ્યારે એસસી/એસટી/PwBD કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 175 રૂપિયા અને જીએસટી ભરવાનો રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો લોકલ બેંક ઓફિસર માટેનો બેસિક પે સ્કેલ 48,480થી 85920 રૂપિયા વચ્ચેનો છે.

કેવી રીતે અરજી કરવી

  • આ ભરતી માટે અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર, રિક્રૂટમેન્ટ અને પછી વર્તમાન ભરતી વિભાગ પર જાઓ.
  • હવે નવા પેજ પર Click Here For Apply લિંક પર ક્લિક કરો.
  • આ પછી એક નવું પોર્ટલ ખુલશે જ્યાં તમે નોંધણી લિંક પર ક્લિક કરીને પ્રથમ નોંધણી કરી લો.
  • નોંધણી પછી, ઉમેદવારોએ અન્ય વિગતો, હસ્તાક્ષર, ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
  • અંતે, ઉમેદવારોએ નિયત ફી જમા કરાવવી અને સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી લઈને તેને સુરક્ષિત રાખી લો.

આ પણ વાંચો:

  1. રાજકોટ: આયુષ્માન કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂ સામે મેડિકલ કાઉન્સિની મોટી કાર્યવાહી, 1 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ
  2. સુરતમાં બાળકોથી ભરેલી સ્કૂલવાન અકસ્માત થતા પલ્ટી ગઈઃ ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.