જૂનાગઢ: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 જેટલા નિર્દોષ લોકોના આગમાં બળી જવાને કારણે મોત થયા હતા ત્યારે જૂનાગઢમાં ચાલી રહેલા ચિત્ર પ્રદર્શનમાં ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે કલર અને પીંછીના માધ્યમથી આગમાં જીવ ગુમાવનાર પ્રત્યેક નિર્દોષ આત્માને ચિત્રના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે.
રાજકોટ અગ્નિકાંડના મૃતકોને ચિત્રથી શ્રદ્ધાંજલિ: શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં સાંજના સમયે લાગેલી ભયાનક આગમાં 28 લોકોના મોત થવાથી સમગ્ર રાજ્ય શોકની લાગણી પસાર થઇ છે ત્યારે જૂનાગઢમાં ચાલતા ચિત્ર પ્રદર્શનમાં રાજકોટ TRP ગેમ ઝોન ઘટનાને ચિત્રના માધ્યમથી જુનાગઢ ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે કલર અને પીછીના માધ્યમથી પેઇન્ટિંગના રૂપમાં દિવંગત તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. રાજકોટની ઘટનાથી સૌ કોઈ શોકાતુર છે ત્યારે કલાકારે આ હ્રદય દ્રાવક ઘટનાને પેઇન્ટીંગના માધ્યમથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.
રાજકોટની ઘટનાને રાક્ષસ સાથે સરખાવી: જૂનાગઢના ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે TRP ગેમ ઝોનની ઘટનાને દાવાનળ રૂપી રાક્ષસ સાથે સરખાવી છે. બળબળતી ગરમીમાં અગન જ્વાળાઓ 28 જેટલા નિર્દોષ લોકોના જીવને ભરખી ગયો છે ઘટના ખૂબ જ હૃદય દ્રાવક છે જેથી એક ચિત્રકારનું હૃદય દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આગળ વધે છે અને પીંછી કલર અને કેનવાસ પર દાવાનળ ભભૂકી વહેલા રાક્ષસનો કે જેના પર આરોપ છે કે તેમણે 28 નિર્દોષ લોકોના જીવ લીધા છે. આ આખી ઘટના કેનવાસ પર ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે કંડારી છે. ચિત્ર બનાવવા પાછળનું ધ્યેય એકમાત્ર દિવંગત લોકોના આત્માને શાંતિ મળે અને તેને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે ખાસ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.