અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા ડિવિઝનના ગોથાણગમ અને સયાન વચ્ચેના બ્રિજ નંબર 471 ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે, નીચેની ટ્રેનોનું નિયમન કરવામાં આવ્યું છે.
- ટ્રેન નંબર 22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર - કોચુવેલી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22916 હિસાર - બાંદ્રા ટર્મિનસ એસએફ એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 09080 વડોદરા - ભરૂચ MEMU Spl
- ટ્રેન નંબર 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા - બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 22210 નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 16588 બિકાનેર - યશવંતપુર એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 07054 લાલગઢ - કાચેગુડા Spl
- ટ્રેન નંબર 20920 એકતા નગર - MGR ચેન્નાઈ સેન્ટ્રલ SF એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 22717 રાજકોટ - સિકંદરાબાદ SF એક્સ્પ્રેસ
ઉપરાંત આજ રોજ ટ્રેન નં. 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ પેરિંગ રેક મોડી આવવાને કારણે તેના નિર્ધારિત સમય 08.20 કલાકને બદલે 10.50 કલાકે એટલે કે ઓખાથી 2 કલાક અને 30 મિનિટ મોડી ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
તેમજ ટ્રેન નંબર 09082 ભરૂચ-સુરત મેમુ રદ્દ કરવામાં આવી છે.