અંબાજી: ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં વરસે લાખોની સંખ્યામાં માઇ ભકતો મા અંબાના દર્શન આવતાં હોય છે. તહેવારના દિવસે હજારોનીની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. એમાં યાત્રિકો મોટી સંખ્યામાં અંબાજીમાં વાહનો લઇને આવતાં હોય છે જેના કારણે અંબાજી રોડ-રસ્તા અને પાર્કિંગ ઉભરતાં હોય છે. અંબાજી નજીક ચાલતાં મારબલ ઉદ્યોગોના મોટાં સાધનોના લીધે વર્ષોથી ટ્રાફીકની સમસ્યા થતી હોય છે. જેના કારણે વાહનો બે કિલોમીટર લાંબી કતારો લાગી જતી હોય છે. જેના કારણે યાત્રિકો અને ગામજનોને પડતી મુશ્કેલી જુલાઈ મહિનામાં બાઇપાસ રોડ બની તૈયાર થતા ટ્રાફીકની સમસ્યા દુર થશે.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન અંબાજીમાં પ્રવેશતા વાહનો ઉપર પ્રતિબંધ હોય છે. અંબાજીથી બહાર અભ્યાસ કરવા જતાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આબુરોડ (રાજસ્થાન) જતાં યાત્રિકોને પોતાનાં વાહનોને અંબાજીથી 20 કિલોમીટર દુર ફરીને જવું પડતું હોય છે. અંબાજીમાં ચાલતાં મારબલ ઉદ્યોગોને પણ કરોડોનું નુકસાન થતું હોય છે.
આ બાય પાસ રોડ બનાવથી ગ્રામજનો અને યાત્રિકોનું સમસ્યાનું સમાધાન થશે. અંબાજીમાં દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોમાં પણ યાત્રાળુઓની અંબાજીમાં ભારે ભીડ જોવા મળે અને અંબાજીના હાઇવે ઉપર વાહોનીની લાંબી કતારો જોવા મળે છે. યાત્રિકોને અને ગ્રામજનોને ટ્રાફીકના લીધે ધણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સુનીલ બ્રહ્મભટ્ટ અંબાજી સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અંબાજી બાયપાસ રોડના નિર્માણને કારણે યાત્રિકો અને ગ્રામજનો ટ્રાફિક ઓછો થવાના કારણે અકસ્માતના ભયથી મુક્ત થશે. ભારે માલવાહક ટ્રક અને લકઝરી જેવા વાહનો હવે મંદિરના મુખ્ય દ્વાર સામેથી પસાર થશે નહીં.
કોન્ટ્રાકટર સાથે વાતચીત કરતા એમને જણાવ્યું હતું કે આ હાઇવે 110 કરોડના ખર્ચે તૈયાર થશે અને અત્યારે સુધીમાં હાઇવેનું 80 ટકા કામ પૂર્ણ થવા આવ્યું અને હવે 20 ટકા જેટલો કામ બાકી છે. અત્યારે ઝડપી કામગીરી ચાલી રહી છે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂરી થશે.