ETV Bharat / state

Dungar Dev : ડાંગમાં સચવાયેલી પરંપરાગત ડુંગર દેવની પૂજા, જુઓ પરંપરાગત વિધિ અને સુડ નૃત્યનું મહત્વ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 5:39 PM IST

ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પારંપરિક પૂજા કરવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પૂજા વિધિ તરીકે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અર્ચના કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે.

Etv Bharat
Etv Bharat
ડાંગમાં સચવાયેલી પરંપરાગત ડુંગર દેવની પૂજા

ડાંગ : ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાય માટે આખા વર્ષ દરમિયાન ડુંગર દેવની પૂજાનું પૂજા હોય છે. આ પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડાંગમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે. વર્ષોથી ચાલી આવતી ડુંગર દેવની પારંપરિક પૂજાની પ્રથાને આદિવાસી સમુદાયે ટકાવી રાખી છે. ધન-દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. અથવા ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપ હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે છે.

ડુંગર દેવની પૂજા : ડુંગર દેવ એટલે ડાંગી ભાષામાં શિર ભાયા. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગર દેવની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે.

ડુંગર દેવની પૂજા માટે ભાયાની પરંપરા : ભાયા વખતે ભગતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. વારો આવતાં જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો ભાયાને આખી રાત પણ જાગતા રહેવું પડે છે.

પરંપરાગત સુડ નૃત્ય : જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. સુડ એટલે દેવી-દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગર દેવના નામથી નારા બોલાવવામાં આવે છે.

મનુષ્ય કાયામાં દેવતાનો પ્રવેશ : અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે અમને ભાન નથી હોતું. અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. માનવમાં પ્રસન્ન થયેલા દેવો એ ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે.

ભાયાની કઠોર વિધિ : ડુંગર દેવ ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતા નથી. આ માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને દેવ પ્રસન્ન હોય એવા તમામ પુરુષો ડુંગર દેવના પ્રસંગમાં ભાગ લે છે. ડુંગર દેવની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયા સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જાય છે. ત્યાર પછી બીજા ગામમાં ભિક્ષુક તરીકે જવાનું હોય છે.

સુખ-શાંતિ અર્થે પૂજા : બીજા ગામે જ્યારે ભાયા જાય છે. ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે અને ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે-ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘર-પરિવાર અને ગામની સુખ-શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વના હોય છે.

  1. Vagh Baras 2023 : આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે વાઘ બારસની ઉજવણી, જાણો વાઘદેવના પૂજનની અનોખી પરંપરા
  2. Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.