રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી જેમાં 28 લોકોના કરૂણ મૃત્યુ થયાં હતા. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખામાં ચકચાર મચી ગયો છે.આ દુર્ઘટનામાં અન્ય કેટલાંક લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.
મૃતકોના પરિવાર સાથે લોકોની લાગણી
મૃતકોના પરિજનોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી અને નેતાઓ દ્વારા શ્રદ્ઘાંજલી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લોકો મૃતકોની આત્માને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. તેમના પરિજનોને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના વેપારીઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપીને દુ:ખ વ્યકત કર્યુ છે.
રાજકોટના વેપારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી
આ દુઃખદાયક ધટનાને લઈને રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોશિએશન, રાજકોટ રીટેલ રેડીમેઇડ એસોશિએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોશિએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોશિએશન, ગુદાંવાડી ઓલ મર્ચન્ટ એસોશિએશન તેમજ દાણાપીઠ વેપારી એસોશિએશનના તમામ વેપારીઓએ તમામ બજારો બપોરના 1 વાગ્યા સુધી બંધ રાખીને મૃતકોની આત્માઓને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કરેલ છે તેમજ ઇજા પામેલ લોકો સ્વસ્થ થઈ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના પણ કરી છે.