ETV Bharat / state

નાગ પંચમીનો તહેવાર પાકિસ્તાન સાથે જોડાયેલો છે. જાણો કેવી રીતે? - nag panchmi festival - NAG PANCHMI FESTIVAL

અષાઢ વદ પાંચમ એટલે કે આજે લોહાણા સમાજની નાગ પંચમીની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે મહિલાઓ દ્વારા રાફડાની માટી અને ગાયના છાણમાંથી નાગદેવતાનું સર્જન કરવામાં આવે છે. જેનું પૂજન કરીને લોહાણા સમાજની મહિલાઓ પંચમીની ઉજવણી કરે છે. તેની પાછળ આંતરરાષ્ટ્રીય ઇતિહાસ પણ જોડાયેલો છે. જેથી શ્રાવણ વદ પાંચમ પહેલાં અષાઢ વદ પંચમીના દિવસે નાગ પાંચમ ઉજવાઈ છે., today celebrated Nag Panchami fastival

લોહાણા સમાજની મહિલાઓ દ્નારા નાગ પંચમીની કરાઈ ઉજવણી
લોહાણા સમાજની મહિલાઓ દ્નારા નાગ પંચમીની કરાઈ ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 4:49 PM IST

લોહાણા સમાજની મહિલાઓ દ્નારા નાગ પંચમીની કરાઈ ઉજવણી (Etv Bharat Gujarat)

જૂનાગઢ: અષાઢ વદ પાંચમ એટલે કે આજના દિવસે લોહાણા સમાજની નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. લોહાણા મહિલાઓ દ્વારા આજે નાગના રાફડાની માટી અને ગાયના છાણમાંથી નાગદેવતાનું સર્જન કરવામાં આવે છે જેને પાંચમના દિવસે પૂજન માટે રાખવામાં આવે છે. પાંચમના દિવસે લોહાણા મહિલાઓ દ્વારા નાગદેવતાનું વિધિ વિધાન સાથે પૂજન કરીને ફણગાવેલા મગ, ચણા અને બાજરાની સાથે ગાયનું દૂધ અને શ્રીફળ નાગદેવતાને અર્પણ કરીને પરંપરાગત રીતે અષાઢ વદ પાંચમની ઉજવણી કરવામાં આવે છે.

લોહાણા સમાજની મહિલાઓ દ્નારા નાગ પંચમીની કરાઈ ઉજવણી
લોહાણા સમાજની મહિલાઓ દ્નારા નાગ પંચમીની કરાઈ ઉજવણી (Etv Bharat Gujarat)

પાંચમનો ઇતિહાસ પાકિસ્તાન સાથે જોડાયો: લોહાણા પાંચમનો ઇતિહાસ પાકિસ્તાન સાથે જોડાયેલો જોવા મળે છે. પહેલા અખંડ ભારતમાં લોહાણા સમાજની વસ્તી પાકિસ્તાનના લાહોરમાં જોવા મળતી હતી. જેને કારણે ત્યાંથી ભારત આવેલા લોકો લોહાણા તરીકે ઓળખાયા. ત્યારબાદ કચ્છમાં આવેલા કચ્છી લોહાણા, જામનગરમાં આવેલા હાલાઈ લોહાણા અને ઘોઘામાં આવેલા ઘોઘા લોહાણા તરીકે ઓળખ પામ્યા હતા. ઉત્તર ભારતની પરંપરા મુજબ આજના દિવસે નાગ પંચમીનો તહેવાર પણ મનાવવામાં આવે છે. ત્યારે લોહાણા સમાજના પૂર્વજો દ્વારા સ્થાપેલી આ પરંપરાને કારણે આજે પણ લોહાણા સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે અષાઢવદ પાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરીને નાગ પંચમીની ઉજવણી કરે છે.

  1. વારાણસીનું રસેશ્વર મહાદેવ મંદિર, એક એવું શિવલિંગ જ્યાં છે દવાનો ભોગ ચઢાવવાની અનોખી માન્યતા - Raseshwar Mahadev Temple in BHU

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.